________________
૧૧૩ કરુણામય હૃદય, કોમળ વાણી, ચિરહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બોધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવો આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અન્ય પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી પ્રિકરણયોગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં, અભિવંદન કરું છું. આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપેલું બોધબીજ મારું રક્ષણ કરેં. એ જ સદૈવ ઇચ્છું છું. આપે સદૈવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહિ કરું.
ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિદિવસ રડી રડીને કાઢું છું; કાંઈ સૂઝ પડતી નથી.”
કાવિઠાક્ષેત્રે શ્રી લલ્લુજી મુનિને શ્રીમન્ના દેહોત્સર્ગના સમાચાર મળતાં તેઓ ઉપવાસ કરી, વનમાં કાયોત્સર્ગમાં લીન રહ્યા. છ માસ સુધી શ્રી પોપટલાલભાઈની આંખનાં આંસુ સુકાયાં ન હતાં. શ્રીમનાં ધર્મપત્ની ઝબકબા પોતાનો કાળ એકાંતમાં શ્રીમદે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં. શ્રીમનાં માતુશ્રી દેવબાનું હૈયું બહુ કોમળ હતું. કોઈ શ્રીમન્ની વાત કાઢે તો તેમની આંખો આંસુથી છલકાઈ જતી. આમ, શ્રીમદ્ભા દેહવિલયથી સૌનાં હૃદય આકુળ-વ્યાકુળ થઈ ગયાં હતાં. જેને જેટલા પ્રમાણમાં તે મહાત્માની ઓળખાણ થઈ હતી, તેને તેટલા પ્રમાણમાં તેમનો વિયોગ સાલ્યો હતો.
* * *
૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા',
આઠમી આવૃત્તિ, પૃ. ૨૨૧-૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org