________________
૧૧ ૨.
કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય! અહાહા! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે કે તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને આપી હે! પ્રભુ, તમે ક્યાં ગયા?
હે! ભારતભૂમિ, શું આવા, દેહ છતાં વિદેહીપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો; કે નાહક તેં તારી પૃથ્વી ઉપર બોજા રૂપ કરી નાખ્યો.
હે! મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોનો તેં ભોગ લીધો, તોપણ તું તૃપ્ત થયો નહિ; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુનો મેં જન્માન્તરનો વિયોગ કરાવ્યો! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી! શું તું હસમુખો થઈ મારા સામું જુએ છે!
હે! શાસનદેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણયોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો.
હે! પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળ થાય જ કોણ? હે! પ્રભુ, તમારી પરમ કૃપા, અનંત દયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org