________________
૧૧૧ છોડતાં કોટ ઉતાર્યા જેવું લાગે છે.' એ પ્રમાણે શ્લેષથી કહી શકાય કે “રાજ-કોટ'માં શ્રીમદ રાજ' નામધારી દેહરૂપી કોટ'નો ત્યાગ કર્યો. તેમના ઉપકારી દેહના અંતિમ રજકણો પામી તે ક્ષેત્ર ધન્ય બન્યું, તીર્થ બન્યું અને “રાજ-કોટ' એવું તેનું નામ સત્ય ઠર્યું.
આમ, આત્માનંદમગ્ન આત્મસ્વસ્થ શ્રીમદ્ પ્રાણઘાતક વ્યાધિની તીવ્ર વેદનામાં પણ મોહ-ક્ષોભરહિત થતા જઈ, કેવળ એક શુદ્ધ અખંડ આત્માનુભવરૂપ કેવળજ્ઞાનની લગભગ ભૂમિકાને સ્પર્શીને મૃત્યુંજયે થઈ, દેહવિયોગરૂપ મૃત્યુને પામ્યા. ભારતના ગગનાંગણમાં ઊગેલી આ વિશ્વકલ્યાણકર વિરલ વિભૂતિની દિવ્ય આત્મજ્યોતિ, અધ્યાત્મપ્રકાશ રેલાવી અમૃતપદને પ્રાપ્ત થઈ. સ્થૂળ દેહે ક્ષર છતાં અક્ષર દેહે તેઓ સદા જયવંત રહ્યા.
શ્રીમના દેહોત્સર્ગના સમાચાર “મુંબઈ સમાચાર', “ધ પાયોનિયર', ધ ઇન્ડિયન સ્પેક્ટટર' વગેરે વર્તમાનપત્રોમાં છપાયા હતા. કેટલાંક વર્તમાનપત્રોએ તેમને ભવ્ય અંજલિ આપતા અગલેખો પણ લખ્યા હતા.
શ્રીમન્ના દેહાંતના સમાચારથી તેમના પ્રશંસક, ચાહક, આરાધક વર્ગને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તેમનો વિયોગ સાલ્યો હતો. કોઈ મોહભાવથી, કોઈ પૂજ્યભાવથી તો કોઈ કૃતજ્ઞભાવથી ચોધાર આંસુએ રડ્યા હતા. ધર્મનું અવલંબન અને પોષણ આપનાર કલ્પવૃક્ષ સમાન સદ્દગુરુનો વિયોગ દરેકને માટે અત્યંત અસહ્ય હતો.
શ્રી અંબાલાલભાઈએ વિરહથી અત્યંત ખેદખિન થઈ રડી રડીને દિવસો વિતાવ્યા હતા. હૃદયભેદી શબ્દોમાં પોતાની વિરહવ્યથા વ્યક્ત કરતાં તેમણે લખ્યું હતું કે –
વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં શાંતપણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org