SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ અજબ મિશ્રણ વારસામાં મળ્યું હતું. તેમના દાદા શ્રીકૃષ્ણના ભક્ત હતા, જ્યારે તેમનાં માતુશ્રી દેવબાઈ જૈન ધર્મના સંસ્કારો સાથે લાવ્યાં હતાં. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબો પણ જૈન ધર્મને અનુસરતાં હતાં, એટલે માતા તરફથી જૈન સંસ્કાર ઉપરાંત તેમને આસપાસથી પણ જૈન વાતાવરણ મળ્યું હતું. આ કારણે બાળપણથી તેમનામાં વૈષ્ણવ તથા જૈન એ બને ધર્મોના સંસ્કારોનો મિશ્ર પ્રભાવ ઝળકતો હતો. શ્રીમદ્ ઉપર શરૂઆતમાં વૈષ્ણવ સંપ્રદાયનો રંગ વિશેષ હતો. તેમણે તેમના દાદા પાસે કૃષ્ણભક્તિનાં પદો સાંભળ્યાં હતાં, તેથી તેમને નાનપણથી જ ઈશ્વર અને અવતારો પ્રત્યે પ્રીતિભક્તિ ઉત્પન્ન થઈ હતી. તેઓ અવારનવાર કથાપ્રસંગોમાં જતા અને ચમત્કારો સાંભળી પ્રભાવિત થતા. મહંત થવાની અને સ્થળે સ્થળે હરિકથા કરવાની વૃત્તિ પણ કોઈ કોઈ વાર થઈ આવતી. તેઓ નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતા. તેમને વૈષ્ણવ આચાર પ્રત્યે રુચિ થઈ હતી અને શ્રી રામદાસજી નામના સાધુની પાસે વૈષ્ણવ ધર્મના પ્રતીકરૂપ કંઠી પણ બંધાવી હતી. જૈનધર્મી વણિકો વારંવાર શ્રીમદ્ સાથે તે અંગે ચર્ચા કરતા અને કોઈ કોઈ વાર તેમની કંઠીની ઠેકડી પણ ઉડાડતા, પરંતુ શ્રીમદ્ તેમને પોતાના બુદ્ધિબળે યોગ્ય જવાબ આપવા મથતા. તે જૈન વણિકો મોટા ભાગે પ્રતિમા-અપૂજક હતા અને તેમની ક્રિયાઓ મલિન લાગવાથી તથા તેઓ જગતકર્તા ઈશ્વરને માનતા ન હોવાથી તેમના પ્રત્યે શ્રીમદ્દ અણગમો રહેતો. પરંતુ સમય જતાં અને સમજ બદલાતાં માતાએ સિંચન કરેલા જૈન ધર્મના સંસ્કાર તેમનામાં વધુ પ્રબળ બનવા લાગ્યા. જૈનધર્મીઓના સંસર્ગથી અને વાંચનની રુચિથી જૈન ધર્મનાં પ્રતિક્રમણ સૂત્ર આદિ પુસ્તકો વાંચવામાં આવતાં; ક્ષમા, મૈત્રી તથા અહિંસાના પાયા ઉપર રચાયેલા જૈન ધર્મના પરમોદાર વિચારો શ્રીમન્ના હૃદયને સ્પર્શી ગયા. તેમણે જોયું કે જૈન હતીસાધુની પાસે ચિ થઈ હીન કરવા જઈ વાર જે ના સંસર્ગથી વાંચવામાં જર્મના ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy