________________
૨૦
મેળવ્યાં હતાં.
બાર વર્ષની ઉંમર સુધીમાં તો તેમની કવિત્વશક્તિ ઘણી જ રૂડી રીતે ખીલી ઊઠી હતી. માત્ર ત્રણ જ દિવસમાં ઘડિયાળ ઉપર તેમણે ત્રણસો કડીઓ લખી હતી.
આમ, કુમાર અવસ્થાથી જ કલમ અને કાગળ સાથે મિત્રતા બંધાતાં તેમનું જ્ઞાન બુદ્ધિબળ વડે પ્રકાશિત થવા લાગ્યું અને તેઓ ‘કવિ' તરીકે પ્રસિદ્ધ થયા.
શ્રીમદ્ બાળપણથી જ વવાણિયામાં વિદ્વાન તરીકે નામાંકિત બન્યા હતા અને સર્વનાં આકર્ષણનું કેન્દ્ર થયા હતા. તે વખતના કચ્છના દીવાન શ્રી મણિભાઈ જશભાઈએ તેમને કચ્છ પધારવાનું આમંત્રણ આપ્યું હતું અને ત્યાં તેમણે ધર્મ સંબંધી સુંદર ભાષણ કર્યું હતું, જે સાંભળીને લોકો અત્યંત પ્રભાવિત થયા હતા. તેમના અક્ષર એટલા સુંદર અને મરોડદાર હતા કે કચ્છના દરબારના ઉતારે તેમને લખવા માટે બોલાવવામાં આવતા હતા. શ્રીમદ્દ્ની ખ્યાતિ સાંભળીને કચ્છથી શ્રી હેમરાજભાઈ અને શ્રી માલશીભાઈ તેમને કાશી ભણાવવા અર્થે ત્યાં લઈ જવા માટે રાજકોટ મળવા આવ્યા હતા. પરંતુ તેઓ શ્રીમના પ્રભાવથી આશ્ચર્યચકિત થયા અને શ્રીમદ્ના અદ્ભુત જ્ઞાનની ખાતરી થતાં, ‘આવા સમર્થને હવે શું ભણવાનું હોય!' એમ પ્રત્યક્ષ અનુભવી તથા કાશી આવવા માટે શ્રીમદ્ની નમ્ર છતાં મક્કમ અને સમજણપૂર્વકની ના સાંભળી પાછા ફર્યા હતા. આમ, બાલ્યવયથી જ શ્રીમદ્દ્ની પ્રજ્ઞા, વિવેકશક્તિ અને નિર્ણયાત્મકતા અદ્ભુત હતાં.
શ્રીમદ્ વ્યાવહારિક શિક્ષણમાં જેમ અકલ્પનીય શીવ્રતાથી આગળ વધ્યા હતા, તેમ ધર્મસંસ્કારનાં બીજ પણ તેમની ચિત્તભૂમિમાં ત્વરાથી રોપાયાં હતાં. તેમને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કારોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org