________________
૧૯
જરા પણ
હતા. પિતાની અને કોઈને ઓ
ભાષાઓનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો ન હતો.
તેરમા વર્ષ પછી શ્રીમદ્ તેમના પિતાની દુકાને બેસતા હતા અને ત્યાંનું કામકાજ સંભાળતા હતા. ત્યાં તેઓ રમતમાં કે પ્રપંચમાં વખત વ્યય કરવાને બદલે વાંચન, મનન, કાવ્યસર્જનાદિમાં સમયનો સદુપયોગ કરતા હતા. પોતાની ફરજમાં જરા પણ ચૂક ન આવવા દેવાની કર્તવ્યપાલનની બુદ્ધિ તેમનામાં બાળપણથી જ હતી. પિતાની દુકાન ઉપર બેસીને તેમણે ન્યાયનીતિપૂર્વક વ્યવસાય કર્યો હતો અને કોઈને ઓછો-અધિકો ભાવ કહ્યો ન હતો કે ઓછું-અધિકું તોળી દીધું ન હતું. આ બાળપણનાં આ વર્ષો દરમ્યાન શ્રીમદે તેમનામાં રહેલી વિરલ સર્જનશક્તિનો પણ પરિચય કરાવ્યો હતો. જેટલી અદ્ભુત તેમની સ્મરણશક્તિ હતી, તેટલી જ અદ્દભુત તેમની કવિત્વશક્તિ પણ હતી. નાની વયથી જ તેમનામાં વાતો અને કથાઓ જોડી કાઢી, રસિક રીતે કહી બતાવવાની છટાદાર વાકચાતુરી પણ હતી. તેઓ શીઘ્ર કવિ હતા. આઠ વર્ષની વયથી તેમણે કવિતા રચવાની શરૂઆત કરી હતી.
આઠ વર્ષની ઉંમરે તેમણે અંદાજે ૫૦૦૦ કડીઓ રચેલી, જે હાલ ઉપલબ્ધ નથી.
નવ વર્ષની વયે તેમણે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથોનું અવલોકન કરી, તેને કાવ્યમાં ગૂંથવાની અસાધારણ પ્રતિભા સાધ્ય કરી હતી.
દસ વર્ષની ઉંમરે તેઓ ઘણા વિષયો ઉપર છટાદાર રસિક ભાષણો આપતા હતા.
અગિયાર વર્ષની વયથી કોઈ પ્રૌઢ પ્રજ્ઞાવંત લેખકની જેમ તેઓ ચિંતન-મનનના પરિપાકરૂપ લેખો લખતા હતા, જે ‘બુદ્ધિપ્રકાશ' નામના તત્કાલીન શિષ્ટ અને શ્રેષ્ઠ સામયિકમાં છપાતા હતા. તેમણે ઈનામી નિબંધો લખી પારિતોષિકો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org