SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ધર્મમાં સર્વ જીવથી મિત્રતા ઇચ્છી છે, તેથી તેમાં તેમની પ્રીતિ વધી. શૃંગારપ્રધાન વૈષ્ણવ ધર્મ તથા વૈરાગ્યપ્રધાન જૈન ધર્મ મધ્યે તેમનો ઊર્ધ્વગામી આત્મા વૈરાગ્યપ્રધાન જૈન ધર્મ પ્રત્યે વધુ ને વધુ આકર્ષાયો. તેવામાં તેર વર્ષની ઉંમરે કંઠી તૂટી ગઈ અને તેમણે તે ફરીથી બંધાવી નહીં. આમ, શ્રીમદ્ભા ધર્મસંસ્કારોમાં ક્રમશઃ આમૂલ પરિવર્તન આવવાથી તેઓ તેર વર્ષની વયથી જૈન ધર્મના રંગે સર્વાગે રંગાઈ ગયા. કોઈ મત-સંપ્રદાયના આગ્રહના કારણે નહીં, પરંતુ તુલનાત્મક અભ્યાસ અને નિષ્પક્ષ બુદ્ધિના દોહનના પરિપાકરૂપે તેમની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અચળ બની. નાની વયમાં પણ તેમની પરીક્ષક શક્તિ એટલી સતેજ હતી કે તેઓ જૈન ધર્મનાં પરમોદાત્ત તત્ત્વોને સમજી શક્યા અને પછી તો જેમ જેમ તેમાં ડૂબકી લગાવવા માંડ્યા, તેમ તેમ જૈન તત્ત્વજ્ઞાનના અગાધ ઊંડાણનું તેમજ પરમ ઉદારતા અને ગહન વિશાળતાનું તેમને ભાન થતું ગયું. આથી તેઓ જૈન ધર્મના પરમ ઉપાસક બન્યા અને ભાવિમાં જૈન શાસનના સ્તંભ પણ બન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy