________________
૧૦૫ સંકલના પણ લખાવી હતી તથા પદ્માસન અને કાયોત્સર્ગ મુદ્રાનાં બન્ને ચિત્રપટ વીરમગામના મુમુક્ષુ શ્રી સુખલાલભાઈની ભક્તિભરી વિનંતીથી પડાવ્યાં હતાં. અમને આધાર શો? આપની પ્રતિકૃતિરૂપ ચિત્રપટ મળે તો અમને આધારભૂત થઈ પડે, એવા ભાવની શ્રી સુખલાલભાઈની વિનંતીથી શ્રીમન્ના આ અદ્ભુત ચિત્રપટનો લાભ જગતને મળ્યો છે, તે અર્થે જગત શ્રી સુખલાલભાઈનું ઋણી છે. કમઠના ઉપસર્ગ પ્રસંગે શ્રી પાર્શ્વનાથ પ્રભુની જેવી વીતરાગદશા હતી, તેવી વીતરાગદશા ચિત્રપટ પડાવતી વખતે પોતાની હતી એમ શ્રીમદે મુમુક્ષુ શ્રી મનસુખભાઈ દેવશીભાઈને ચિત્રપટ પડાવ્યા પછીના દિવસે કહ્યું હતું. આ ચિત્રપટ પડાવતી વખતે ઘણી જ નાદુરસ્ત શારીરિક સ્થિતિ હોવા છતાં અડોલ કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા રહ્યા હતા, જે શ્રીમની દેહાતીત દશાનો પરિચય આપે છે.
આમ, વઢવાણ કેમ્પમાં “પરમશ્રુત પ્રભાવક મંડળ'ની અને વીતરાગમુદ્રાનાં ચિત્રપટોની એમ બે મહાન ભેટ શ્રીમદે જગતને આપી. તેઓ વિ.સં. ૧૯૫૭ના કારતક વદ ૭ના દિવસે વઢવાણ કેમ્પથી અમદાવાદ પધાર્યા હતા અને ત્યાં ૨૭ દિવસ સુધી સાબરમતીના તટે આગાખાનના બંગલે સ્થિતિ કરી હતી. અત્રે શ્રીમદે માતુશ્રી દેવબાને બાર વ્રત સંક્ષેપમાં લખી આપી, વત લેવા શ્રી અંબાલાલભાઈ સાથે મુનિઓ પાસે મોકલ્યાં હતાં, સાથે શ્રીમનાં પત્ની ઝબકબા પણ હતાં. “જ્ઞાનાર્ણવ' અને “સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા' નામના બે હસ્તલિખિત ગ્રંથો શ્રીમદ્ પાસે હતા તે શ્રી લલ્લુજી મુનિને અને શ્રી દેવકરણજી મુનિને માતુશ્રી દેવબા અને પત્ની ઝબકબાના હાથે વહોરાવ્યા હતા તથા “જ્ઞાનાર્ણવ'માંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા શ્રી દેવકરણજી મુનિને સૂચના કરી હતી. તે પ્રમાણે કર્યા પછી શ્રી દેવકરણજી મુનિએ માતુશ્રીને કહ્યું કે “હવે આપ આજ્ઞા આપો જેથી પરમકૃપાળુદેવ (શ્રીમ) સર્વવિરતિ ગ્રહણ
નામના બે હસ્તલિ
દેવકરણી
પાસે હતા તે શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org