SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ઊતરતા. વિ.સ. ૧૯૪પના કારતક માસમાં શ્રીમદ્ અમદાવાદ પધાર્યા ત્યારે શ્રી જૂઠાભાઈને ત્યાં રોકાયા હતા અને તેમની સાથે તેમના છીપા પોળના મકાનના મેડા ઉપર પંદર દિવસ સ્થિતિ કરી તેમને સત્સંગલાભ આપ્યો હતો. ત્યારપછી ફાગણ માસમાં શ્રી જૂઠાભાઈને પોતાના કાકા શ્રી રંગજીભાઈ સાથે એક માસ મોરબી રહેવાનો પ્રસંગ બન્યો હતો. શ્રીમદ્ તે વખતે મોરબીમાં બિરાજમાન હતા. તેથી શ્રી જૂઠાભાઈએ શ્રીમન્ના અમૂલ્ય સમાગમનો લાભ લીધો હતો. ત્યારપછી અષાઢ માસમાં શ્રીમદે પુનઃ શ્રી જૂઠાભાઈને ત્યાં થોડા દિવસ સ્થિતિ કરી અપૂર્વ સમાગમલાભ આપ્યો હતો. થોડા દિવસ ભરુચ પણ સાથે ગયા હતા. વળી, પ્રત્યક્ષ સમાગમ ન હોય ત્યારે બન્ને વચ્ચે ધર્મનિમિત્તે નિયમિત પત્રવ્યવહાર પણ ચાલતો. શ્રી જૂઠાભાઈ ઉપર શ્રીમદે લખેલા આશરે વીસ પત્રો હાલ ઉપલબ્ધ છે. આ પત્રોમાંના મોટા ભાગના પત્રો ટૂંકા છે, માત્ર ત્રણ-ચાર પત્રો જ લાંબા છે છતાં તે બધામાં શ્રીમદ્ગો શ્રી જૂઠાભાઈ પ્રત્યેનો પરમાર્થ પ્રેમ સ્પષ્ટપણે જણાય છે. શ્રી જૂઠાભાઈ તથા શ્રીમદ્ગો કુળસંપ્રદાય પ્રતિમાવિરોધક સ્થાનકવાસીનો હતો, પરંતુ સત્યતત્ત્વગવેષણાને પરિણામે પ્રતિમા અંગે પ્રથમ શ્રીમના વિચારોમાં અને તત્પશ્ચાત્ શ્રીમન્ના ગાઢ સત્સમાગમના કારણે શ્રી જૂઠાભાઈના વિચારોમાં પરિવર્તન આવ્યું હતું. સંપ્રદાયના મતાગ્રહીઓ તરફથી આ કારણે થતાં અવર્ણવાદથી સંવેદનશીલ શ્રી જૂઠાભાઈને બહુ લાગી આવતું, ત્યારે શ્રીમદ્ તેમને ખેદ ન કરવાનું અને ખૂબ ધીરજ રાખવાનું સમજાવતા. સત્ય અપનાવ્યા પછી તેને માટે પ્રવર્તતા વિરોધ પ્રત્યે શ્રીમદ્ ઉદાસીન હતા. તે વખતની શ્રીમની સત્યનિષ્ઠા, નિષ્કષાય સ્થિતિ, અંતરંગ સમતા આદિ ઉપર તેમના પત્રો સારો પ્રકાશ પાડે છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક-૩૬, ૩૭, ૪૧, ૪૨ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy