SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સંસ્કારી ધર્માત્મા હતા, તેમજ બુદ્ધિશાળી પણ હતા. શ્રીમન્નો નિકટ પરિચય થવાથી તેમની ભક્તિમાં ઘણો વેગ આવ્યો હતો. નવપલ્લવિત બનેલી તેમની અપૂર્વ ભક્તિના પ્રતાપે, અલ્પ કાળમાં “મોક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ' તેમના અંતરમાં પ્રકાશ્ય હતું. શ્રીમદે તેમને માટે પ્રયોજેલા વિશેષણ ઉપરથી તેમની ઉચ્ચ અંતરંગ દશાનો ખ્યાલ આવી શકે છે. શ્રી જૂઠાભાઈની ધર્મનિષ્ઠા જોઈને શ્રીમદે તેમનું નામ “સત્યપરાયણ' પાડ્યું હતું. વિ.સં. ૧૯૪૪માં શ્રીમદ્ “મોક્ષમાળા' છપાવવા અમદાવાદ આવ્યા હતા. તે સંબંધી સલાહ તથા મદદ માટે તેઓ મોરબીના રહીશ શ્રી વિનયચંદ પોપટભાઈ દફતરીનો શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈ ઉપરનો ભલામણપત્ર લાવ્યા હતા. તે પ્રમાણે શેઠ જેસંગભાઈએ શ્રીમન્ને સહાય કરી હતી. એ દરમ્યાન શ્રીમન્ને અમદાવાદમાં બે-અઢી માસ રોકાવાનું થયું હતું. શેઠ જેસંગભાઈને અવારનવાર વ્યવસાયને અંગે બહારગામ જવાનું થતું હોવાથી, પોતાની ગેરહાજરીમાં તેમણે પોતાના નાનાભાઈ શ્રી જૂઠાભાઈને શ્રીમતી સરભરા કરવાનું સોંપ્યું હતું, તેથી શ્રી જૂઠાભાઈ શ્રીમદ્ભા પરિચયમાં આવ્યા. એ અરસામાં અમદાવાદના શ્રી દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રીમદે અદ્ભુત અવધાન પ્રયોગ કરી બતાવ્યો હતો. એક વખત શ્રીમદ્ સાથે તેઓ શેઠ દલપતભાઈનો પુસ્તકભંડાર જોવા ગયા હતા. ત્યાં તેમણે જોયું કે શ્રીમદ્ પુસ્તકોનાં પાનાં માત્ર ફેરવી જતા અને તે પુસ્તકોનું હાર્દ તેમને હૃદયગત થઈ જતું. આ પ્રસંગો ઉપરાંત શ્રીમની બીજાનાં મનની વાતો જાણવાની શક્તિનાં દર્શનથી તથા પૂર્વસંસ્કારના કારણે શ્રીમદ્ તરફ તેમનું આકર્ષણ વધતું ગયું હતું. શ્રી જૂઠાભાઈનાં પત્ની ઊગરીબહેન પણ શ્રીમદ્ પ્રત્યે ખૂબ ભક્તિભાવ રાખતાં હતાં. શ્રી જૂઠાભાઈ સાથેનો પરિચય ગાઢ થયા પછી શ્રીમદ્ જ્યારે પણ અમદાવાદ જતા ત્યારે શ્રી જૂઠાભાઈના ઘરે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy