________________
(6)
લખાતા શોધપ્રબંધોની એક વિશિષ્ટ વિદ્વદ્ભોગ્ય શૈલી હોય છે. એટલે જીવન અને કવન વિશેના આ પ્રકરણને લોકભોગ્ય ગ્રંથરૂપે પ્રકાશિત કરવું હોય તો એનું નવસંસ્કરણ તૈયાર કરવું આવશ્યક બને છે. એ દૃષ્ટિએ એ પ્રકરણમાં યથોચિત ફેરફારો કરીને, કેટલીક નવી ઉપલબ્ધ માહિતી ઉમેરીને, જરૂર જણાય ત્યાં સંક્ષેપ કરીને પરિશ્રમપૂર્વક આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આથી એક સ્વતંત્ર ગ્રંથ તરીકે તે આસ્વાદ્ય બની શક્યો છે.
શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને સાહિત્ય વિશે અત્યાર સુધીમાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. પરંતુ આ પુસ્તકની વિશેષતા અને ઉપયોગિતા એ છે કે એમાં અદ્યાપિ પર્યંત ઉપલબ્ધ તમામ માહિતીનો સુંદર અભિનવ આલેખ આપવામાં આવ્યો છે. શ્રીમદ્દ્ના જીવન વિશે આટલી બધી નાનીમોટી વિગતો એક જ ગ્રંથમાં આ પહેલી વાર ઉપલબ્ધ થતી હોવાથી શ્રીમદ્ વિશેના ચરિત્રગ્રંથોમાં તે અનોખી ભાત પાડે છે. શ્રીમદ્ના અને શ્રીમદ્ વિશે લખાયેલા તમામ સાહિત્યના સર્વાંગીણ અભ્યાસના પરિપાકરૂપે આ ગ્રંથ લખાયો હોવાથી શ્રીમદ્ વિશે કેટલીયે વિગતો જિજ્ઞાસુઓને આ ગ્રંથમાં પહેલી વાર વાંચવા મળશે. ઈસ્વીસન પ્રમાણે શ્રીમદ્ની જન્મતારીખ પરંપરા અનુસાર જે ચાલી આવતી હતી તેમાં થયેલું સંશોધન એ પણ આ ગ્રંથની એક સબળ ઉપલબ્ધિ છે.
પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને કવન વિશે લખાયેલા ગ્રંથોમાં સીમાચિહ્નરૂપ બની રહે એવા આ પ્રમાણભૂત, માહિતીસભર, પ્રેરક અને રોચક ગ્રંથની રચના ક૨વા માટે ભાઈશ્રી રાકેશભાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી બને છે.
શ્રીમદ્ રાજચંદ્રનું જીવન અને સાહિત્ય અનેક મુમુક્ષુઓની આત્મસાધનામાં પ્રેરક બળ બની રહો એ જ શુભકામના! મુંબઈઃ ૧૭/૩/૨૦૦૧
રમણલાલ ચી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org