________________
૨૯
તે વખતે શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયોગો કરતા હતા. એ જ અરસામાં મુંબઈમાં શ્રી ગટુલાલજી મહારાજ પણ અષ્ટાવધાનના પ્રયોગો કરતા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર તે સમયે ભારતભરમાં આ બે પુરુષો જ અષ્ટાવધાનની ચમત્કારિક શક્તિથી પ્રખ્યાતિ પામી, લોકપૂજ્ય થઈ, સર્વત્ર યશોગાન પામતા હતા. ભારત જેવા વિશાળ દેશમાં તે કાળે જો આવી શક્તિવાળા પ્રાયઃ બે જ પુરુષો હોય તો તે શક્તિ કેવી અદ્ભુત હશે તે સમજી શકાય તેવું છે.
શ્રીમદ્દનું જે અરસામાં મોરબીમાં આગમન થયું, તે સમયે જૈનોના પવિત્ર ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાનનો પ્રયોગ યોજાયો હતો અને તેનું નિરીક્ષણ કરવા વણિકભૂષણ કવીશ્વર' તરીકે પ્રખ્યાતિ પામેલા શ્રીમ નિમંત્રણ મળતાં તેઓ ત્યાં પધાર્યા હતા. આ અવધાન જોતાં જ, બળવાન ક્ષયોપશમના કારણે અવધાન કરવાની વિધિ આવડી જતાં, તેમણે બીજે દિવસે વસંત નામના બગીચામાં પ્રથમ વાર મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈ અષ્ટાવધાન કરી બતાવ્યાં અને ત્યારપછી બીજે દિવસે તેમણે જાહેરમાં બે હજાર પ્રેક્ષકો સમક્ષ તે જ પવિત્ર ઉપાશ્રયમાં સફળતાપૂર્વક બાર અવધાન કરી સર્વ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. તેમની કીર્તિરૂપી કસ્તૂરીની સુવાસ સ્થળે સ્થળે અને ઘરે ઘરે પ્રસરી ગઈ. તેઓ કવિ તથા વિદ્વાન તરીકે તો પ્રખ્યાત હતા જ, તે ઉપરાંત હવે ચમત્કારી સ્મરણશક્તિ માટે પણ પ્રતિષ્ઠા પામ્યા. શ્રીમના અવધાનપ્રયોગના દર્શને લોકો કેવા હર્ષાવેશમાં આવી ગયા હતા, તેનો નમૂનો શ્રીમદ્ભા બાલસ્નેહી શ્રી પોપટભાઈ મનજીના સંસ્મરણોમાંથી પ્રાપ્ત થાય છે –
મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ગયેલા. ત્યાં સાહેબજીનાં આઠ અવધાન સંબંધી કેટલીક ચમત્કૃતિ જોઈને તાજુબ બની ગયા હતા. તેઓ રાત્રે વવાણિયા આવ્યા ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org