________________
૧૦ રાત્રે બે વાગે પૂર્ણ ચંદ્ર જેવા પ્રભાવશાળી નરરત્ન શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો. કાર્તિક પૂર્ણિમાનો આ ધન્ય દિવસ વિશ્વની અનેક વિરલ વિભૂતિઓના નામસંપર્કથી પાવન બન્યો છે. શ્રીમન્ના જન્મના આશરે ૮૦૦ વર્ષ પહેલાં વિ.સં. ૧૧૪૫માં આ જ કાર્તિક પૂર્ણિમાના દિવસે જૈન ધર્મના ધુરંધર, મહાપ્રભાવક, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી જન્મ્યા હતા. શીખધર્મસંસ્થાપક ગુરુ નાનકનો જન્મ પણ આ જ પુણ્યદિને થયો હતો તથા આ તિથિએ દ્રાવિડ અને વાલિખિલ્લ આદિ અનેક દિવ્ય આત્માઓ શત્રુંજય ઉપરથી અનુપમ સિદ્ધગતિને વર્યા હતા. શ્રીમદ્ જેવા પરમ પુરુષ જે ઘડીએ જન્મ્યા તે ઘડી ધન્ય થઈ, તેમનાં માતા-પિતા ધન્ય થયાં, તેમનું કુળ ધન્ય થયું, વવાણિયા ગામ ધન્ય થયું. વવાણિયાના દરિયાની ખાડીના પાણીની માલિકી માટે કચ્છ-મોરબી વચ્ચે વારંવાર તકરાર થતી હોવાથી વેપાર પડી ભાંગતો હતો, પરંતુ શ્રીમદ્ માતાની કુક્ષિમાં આવ્યા તે અરસામાં જ સુલેહ થઈ હતી અને સંવત ૧૯૨૩ના મહા-ફાગણ માસમાં વવાણિયા બંદર પાછું સતેજ થયું હતું, તેમજ ત્યાંનો વેપાર ધમધોકાર ચાલવા માંડ્યો હતો.
પુત્રના જન્મથી માતા-પિતા તથા કુટુંબીજનો અતિ આનંદ પામ્યાં અને એ પુત્રનું નામ લક્ષ્મીનંદન રાખવામાં આવ્યું, પરંતુ ચાર વર્ષની વયે વિ.સં. ૧૯૨૮માં તે નામ બદલીને રાયચંદ રાખવામાં આવ્યું કે જે નામ કાયમ રહ્યું અને આગળ જતાં આ અદ્ભુત જ્ઞાનશ્રીસંપન પુરુષનું “શ્રીમદ્ રાજચંદ્ર એવું ગુણનિષ્પન્ન નામ બની ગયું.
| શ્રી રવજીભાઈ અને દેવબાઈને છ સંતાનો થયાં હતાં. એમાં સૌથી મોટાં તે શિવકુંવરબહેન. એમનાં લગ્ન જેતપરના શ્રી ચત્રભુજ બેચર સાથે થયાં હતાં. બીજે " નંબરે શ્રીમદ્ રાજચંદ્ર. એમનાં લગ્ન ઝબકબાઈ સાથે થયેલાં. ત્રીજાં તે મીનાબહેન. એમનાં લગ્ન કચ્છ અંજારના શ્રી ટોકરશી પીતાંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org