________________
૮૯
બોલાવી સામે બેસવા જણાવ્યું. બાબરદેવા શ્રીમન્ને પગે લાગીને કોઈ ઉપદેશ આપવા વિનંતી કરવા લાગ્યો. શ્રીમદે કહ્યું કે ‘મા, બહેન, દીકરીની સંભાળ રાખજે અને કોઈને લૂંટીશ નહીં કે ચોરી કરીશ નહીં.' બાબરદેવાએ વાત માન્ય રાખી અને ત્યારપછી આખી જિંદગી તેણે લોકોની સેવામાં ગાળી.
વસો
કાવિઠાથી શ્રીમદ્ ભાદરવામાંવસો ક્ષેત્રે પધાર્યા અને ત્યાં તેમણે શ્રી લલ્લુજી મુનિની વિનંતીથી એક મહિનો સ્થિતિ કરી હતી. તે વખતે શ્રી લલ્લુજી મુનિ સાથે મુનિશ્રી મોહનલાલજી અને મુનિશ્રી ચતુરલાલજી પણ ચાતુર્માસ માટે વસોમાં હતા. શ્રી લલ્લુજી મુનિ ગામના લોકોને ત્યાં આહારપાણી લેવા જતા ત્યારે બધાને કહેતા કે ‘મુંબઈથી એક મહાત્મા આવ્યા છે, તેઓ બહુ વિદ્વાન છે, તેમનું વ્યાખ્યાન સાંભળવા આવશો તો ખૂબ લાભ થશે.' એટલે ઘણા માણસો શ્રીમદ્દ્ના સત્સંગમાં આવવા લાગ્યા. તેથી શ્રીમદે શ્રી લલ્લુજી મુનિને કહ્યું કે ‘તમારે મુનિઓએ બધા લોકો આવે ત્યારે ન આવવું.’ આથી શ્રી લલ્લુજી મુનિને ઘણો પસ્તાવો થયો કે એક માસના સમાગમની માગણી કરી હતી પણ આમ કરવાથી તો અંતરાય આવી પડ્યો. માત્ર વનમાં શ્રીમદ્ બહાર જતા ત્યારે બધા મુનિઓ તથા બીજા અધિકારી વર્ગને જ્ઞાનવાર્તાનો લાભ મળતો.
—
એક દિવસ શ્રીમદ્ વસોથી એક માઈલના અંતર ઉપ૨ આવેલા ચરામાં મુમુક્ષુવર્ગ સાથે ગયા હતા. ત્યાં શ્રી ધોરીભાઈ પાસે ‘ભરતેશ્વર ભૂપતિ ભયો વૈરાગી' એ સજ્ઝાય ત્રણ વખત ગવડાવી અને શ્રી આનંદઘનજી મહારાજકૃત ચોવીસીમાંથી શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન વારંવાર ગવડાવ્યું હતું. વૈરાગ્યની વૃદ્ધિ કરનારાં આવાં કાવ્યો જ્યારે શ્રીમદ્દ્ની સમક્ષ ગવડાવવામાં આવતાં, ત્યારે ચારે બાજુ વૈરાગ્યમય વાતાવરણ છવાઈ જતું. સ્તવન પછી શ્રીમદે જૈન દર્શનની સર્વોત્તમતા અને સદ્ગુરુની આવશ્યકતા સંબંધી બોધ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org