________________
૨૦૧ લગાવ્યું, મનનિરોધ-પવનનિરોધ કરી પોતાના સ્વરૂપના બોધ માટે પ્રયાસ કર્યા, હઠયોગના પ્રયોગો કર્યા, અનેક પ્રકારના જપનો જાપ કર્યો, ઉગ્ર તપશ્ચર્યા કરી, મનથી સર્વ ઉપર વૈરાગ્ય ધારણ કર્યો, સર્વ શાસ્ત્રોના નય હૃદયમાં ધારણ કર્યા, પોતાના મતનું ખંડન અને અન્યના મતનું ખંડન કર્યું, પરંતુ નિજકાર્ય ન સધાયું. તે સાધનો કરતાં કંઈક પ્રયોજનભૂત બાકી રહી ગયું છે કે જે સદગુરુ વિના કોઈ યથાર્થરૂપે સમજાવી શકે નહીં.
શ્રીમને જીવની સ્થિતિ ઉપર અત્યંત દયા આવતાં તેઓ આગળ જણાવે છે કે સદ્ગુરુના પ્રત્યે અત્યંત પ્રેમભક્તિ પ્રગટે ત્યારે એક પળમાં પોતાનું આત્મસ્વરૂપ પ્રગટે, તન-મનધન સર્વથી સદ્ગુરુની આજ્ઞા સ્વાત્મામાં વસે ત્યારે આત્માનું કાર્ય સિદ્ધ થાય અને સ્વાનુભવરૂપ અમૃતરસનો આસ્વાદ પ્રાપ્ત થાય. સદ્ગુરુપ્રસાદ દ્વારા સત્યસુધાનું દર્શન થતાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનો અમૃતાનુભવ થાય છે, તે અમૃતપાનનો યોગ પામી જીવ અનંત કાળ પર્યત મોક્ષરૂપ અજરામર પદમાં સ્થિતિ કરે છે. સદ્દગુરુ ભગવંત પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ વધતાં આગમોનું રહસ્ય અંતરમાં વસે છે. આ સ્વસ્વરૂપના અનુભવને અથવા તેનાં કારણરૂપ સદ્ગુરુ પ્રત્યેના અચળ પ્રેમને જ્ઞાનીઓએ કેવળજ્ઞાનનું બીજ કહ્યું છે.
આમ, ગુરુગમ દ્વારા આત્માની અમૃતાનુભવપ્રાપ્તિની ગૂઢ વાત શ્રીમદે આ કાવ્યમાં કરી છે. આ કાવ્ય અંગે શ્રીમદ્ વિ.સં. ૧૯૫૧ના કારતક સુદ ૩ના પત્રમાં શ્રી લલ્લુજી મુનિને લખે છે –
“બીજા આઠ કોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org