________________
૨૦૪ જ્ઞાનીમાં છે. જ્ઞાનીનો આશ્રય રહી, તેમની આજ્ઞા આરાધતાં સ્વરૂપલક્ષ સધાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આ જીવ અને આ દેહ એમ બને તદ્દન જુદા ભાસ્યા ન હોય ત્યાં સુધી જે કંઈ પચ્ચકખાણ આદિ કરવામાં આવે તે મોક્ષાર્થે ગણી શકાય નહીં, એ પ્રકારે “શ્રી ભગવતી સૂત્ર'ના પાંચમા અંગમાં પ્રકાર્યું છે. માત્ર બ્રહ્મચર્ય અને સાધુપણું રહણ કરવાથી જ્ઞાન થતું નથી. જ્ઞાનપ્રાપ્તિનું અનન્ય કારણ તો શુદ્ધ આત્માનો આશ્રય છે. વિપુલ શાસ્ત્રજ્ઞાન હોય પણ જો તેની સાથે આત્માનુભૂતિ હોય તો તે સાચા જ્ઞાનની સંજ્ઞા પામે છે અથવા શાસ્ત્રમાં વર્ણવેલ આત્માનો સાચા ભાવથી આશ્રય કરવો તે પણ જ્ઞાન છે. “સન્મતિતર્ક' આદિ શાસ્ત્રોમાં આ વાત જણાવી છે. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનો પરમાર્થ જો જ્ઞાની પાસેથી સમજવામાં આવે તો તે મોક્ષાર્થને સાધનાર હોવાથી જ્ઞાન કહેવાય છે. પોતાની કલ્પનાએ વાંચેલાં કોટિ શાસ્ત્રો માત્ર મનને સંકલ્પ-વિકલ્પરૂપ જાળમાં ગૂંચવે છે.
“શ્રી નંદીસૂત્ર'માં જ્યાં સિદ્ધાંતના ભેદ કહ્યા છે ત્યાં ચાર વેદ, પુરાણ આદિને મિથ્યાત્વનાં શાસ્ત્ર કહ્યાં છે, પણ આત્મજ્ઞાનીની દૃષ્ટિ સમ્યક્ હોવાથી તેમને તે પણ જ્ઞાનરૂપ ભાસે છે, તેથી આત્મજ્ઞાનનો આશ્રય કરી તેમાં જ ઠરવા યોગ્ય છે. એક પણ વ્રત-પચ્ચખાણ કે કોઈ વસ્તુનો ત્યાગ ન હતો છતાં શ્રી શ્રેણિક મહારાજ સમકિતના પ્રતાપે આવતી ચોવીસીમાં શ્રી મહાપદ્મ નામે પ્રથમ તીર્થંકર થશે એમ “શ્રી ઠાણાંગ સૂત્રમાં ઉલ્લેખ છે. આ ઉપરથી આત્મજ્ઞાનનો અત્યંત મહિમા પ્રગટ થાય છે. આમ, શ્રીમદે આ કાવ્યમાં જ્ઞાનનું સ્વરૂપ તથા જ્ઞાનપ્રાપ્તિનો ઉપાય ઉદ્યોપ્યો છે. શ્રીમદે આપેલ શાસ્ત્રોની શાખ ઉપરથી તેમણે જૈન શાસ્ત્રો અનુસાર ઉપદેશ કર્યો છે તે સ્પષ્ટપણે જણાઈ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org