________________
૨૦૫ મૂળ મારગ સાંભળો જિનનો રે શ્રીમદ્ભા સર્વ ઉપદેશામૃતના કેન્દ્રસ્થાને શ્રી જિનનો મૂળ માર્ગ છે. તે મૂળ માર્ગના ઉદ્ધારની પ્રકૃષ્ટ ભાવના ભાવતાં શ્રીમદે વિ.સં. ૧૯પરના આસો સુદ ૧ના દિવસે, એટલે કે
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાના ૧૫ દિવસ પહેલાં, આણંદમાં અગિયાર કડીનું, “મૂળ મારગ સાંભળો જિનનો રે' એ ધ્રુવપદ પંક્તિનો પદે પદે રણકાર કરતું અને મૂળ માર્ગનું સંક્ષેપમાં પણ સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનું અલૌકિક કાવ્ય રચ્યું હતું. શ્રીમદ્ આણંદ હતા ત્યારે ખંભાતમાં એક સાધુએ આત્મલક્ષ વિના એક મહિનાના ઉપવાસ કર્યા હતા. તે સાધુને વંદન કરવા ઘણા લોકો આણંદ થઈને ખંભાત જતા હતા. તે વખતે રત્નત્રયરૂપ મૂળ માર્ગની અપૂર્વ સમજણ આપતાં આ પદની શ્રીમદે રચના કરી હતી.
વૃત્તિ અખંડપણે સન્મુખ કરીને જિનેશ્વરનો મૂળ માર્ગ સાંભળવાની પ્રેરણા કરતાં શ્રીમદ્ જણાવે છે કે તેઓ માનપૂજા મેળવવા અર્થે આ માર્ગ કહેતા નથી, તેમ ઉસૂત્રપ્રરૂપણા કરી ભવવૃદ્ધિ થાય તે દુઃખ પણ તેમને અંતરમાં પ્રિય નથી. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૨૩ (આંક-૭૧૫). ર- ‘બોધામૃત', ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૩૩ નોંધઃ ખંભાતના શ્રી પોપટલાલભાઈ ગુલાબચંદભાઈ આ પદની રચના સંબંધી લખે છે કે –
ત્યાં આણંદ મુકામે મારા ભાઈ નગીનદાસ પણ હાજર હતા. મારા ભાઈએ પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે મારા મામાં બહુ જ નિંદા કરે છે. તે વખતે પરમકૃપાળુદેવે કાગળ તથા ખડીઓ કલમ મંગાવ્યા અને “મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ રચ્યું અને નગીનદાસને પરમકૃપાળુદેવે જણાવ્યું કે લો, આ તમારા મામાનો છેડો ઝાલીને કહેજો કે જૈનનો મારગ આ પ્રમાણે છે - એમ કહી પરમકૃપાળુદેવે તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા.'
- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org