________________
(૯) શ્રીમળા ઉપદેશની મુમુક્ષુઓએ કરેલી નોંધો
શ્રીમના સાહિત્યમાં તેમણે પ્રસંગોપાત્ત આપેલા સદુપદેશની જુદા જુદા મુમુક્ષુઓએ ઉતારેલી નોંધોનો સમાવેશ પણ થાય છે. શ્રીમદ્દનું નિવૃત્તિ અર્થે ચરોતર કે કાઠિયાવાડમાં જવાનું થતું ત્યારે તેમના સમાગમમાં આવનાર મુમુક્ષુઓને તેઓ કેટલીક વાર ઉપદેશ આપતા, તેમની સાથે તેઓ તત્ત્વચર્ચા કરતા અને તેમના પ્રશ્નોના ઉત્તર આપતા. તે મુમુક્ષુઓ આ બોધને પોતાની સ્મૃતિના આધારે ઉતારી લેતા. ક્યારેક આ નોંધ તેઓ શ્રીમન્ને બતાવતા અને શ્રીમદ્ ક્યારેક તેમાં આવશ્યક સુધારા પણ કરી આપતા. આમ, આ લખાણો શ્રીમદે સ્વહસ્તે લખ્યાં નથી, પરંતુ તેમાંના વિચારો શ્રીમદુના જ છે. તદુપરાંત આ લખાણોમાં બને ત્યાં સુધી શ્રીમની જ ભાષા જાળવી રાખવામાં આવી છે એમ શ્રીમદ્ભા અન્ય સાહિત્ય સાથે એની સરખામણી કરતાં જણાય છે. શ્રીમન્નાં વચનોની લેવાયેલી નોંધોમાં વહેલામાં વહેલી નોંધ વિ.સં. ૧૯૪૯ના આસો માસની મળે છે અને મોડામાં મોડી નોંધ વિ.સં. ૧૯૫૭ના માગસર માસની મળે છે. આ નોંધો “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં ઉપદેશ નોંધ', “ઉપદેશ છાયા', વ્યાખ્યાનસાર-૧' અને વ્યાખ્યાનમાર-૨' એમ ચાર વિભાગોમાં સમાવેશ પામી છે. આ નોંધોનું સંક્ષેપમાં અવલોકન કરીએ.
ઉપદેશ નોંધ ‘ઉપદેશ નોંધ'માં જુદી જુદી વ્યક્તિઓને થયેલા શ્રીમન્ના પરિચય અંગેની તથા તેમના ઉપદેશની નોંધ જોવા મળે છે. આ નોંધો વિ.સં. ૧૯૪૯ થી ૧૯૫૭ના ગાળાની છે. ઉપદેશ નોંધ'ના ૪૧ ભાગ કરવામાં આવ્યા છે.
ભાગ ૧ થી ૨૬ મોરબીના મુમુક્ષુ સાક્ષર શ્રી મનસુખભાઈ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૧-૬૮૨ (આંક-૯૫૬)
ના ભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org