SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પોષે છે અને સાચો માર્ગ ચીંધવાનું કાર્ય કરે છે. શ્રીમની શબ્દગોઠવણી, કલ્પના ચાતુરી, સૂક્ષ્મ અને નિર્દોષ તર્કપટુતા, ગંભીર વિષયને હળવી શૈલીમાં રજૂ કરવાની શક્તિ તેમની સર્જનપ્રતિભાનો પરિચય આપે છે. મોક્ષમાળાની આઠ પદ્યરચનાઓમાં વિવિધ છંદોનો ઉપયોગ થયેલો છે અને શ્રીમની કવિત્વશક્તિનો તથા વિચારશક્તિનો તેમાંથી પરિચય મળે છે. તત્ત્વબોધથી સભર આ પદો ખૂબ લોકપ્રિય થયાં છે. કિશોર વયે પણ શ્રીમનું વાંચન કેટલું વિશાળ હતું, ચિંતન કેટલું પરિપક્વ અને સ્પષ્ટ હતું, જ્ઞાન કેટલું ઊંડું હતું, દર્શન કેટલું વિશદ હતું, વૈરાગ્ય કેવો અદ્ભુત હતો, વ્યક્તિત્વ કેવું વિકસેલું હતું તેની આશ્ચર્યકારક પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. માત્ર સોળ વર્ષ અને પાંચ મહિનાની વયે લખાયેલ આ ગ્રંથના જ્ઞાનનવનીતથી આનંદ અને આશ્ચર્ય પામી વિદ્વાન પંડિતો પણ તેને અંજલિ અર્પે છે, એ ઉપરથી આ ગ્રંથની ગુણવત્તાનો ખ્યાલ આવી શકે છે. આ ગ્રંથનું ચિંતન-મનન આત્મશ્રેયમાં વૃદ્ધિ કરવામાં સહાયરૂપ થાય છે. તેથી મતમતાંતરનો પરિહાર કરી, સર્વ મુમુક્ષુજનોએ તત્ત્વદષ્ટિથી આ ગ્રંથનું ઊંડું અવગાહન કરવા યોગ્ય છે. શ્રીમદ્ સ્વયં શ્રીમુખે પ્રકાશે છે – “આ એક સ્યાદ્વાદતત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું....... બહુ ઊંડાં ઊતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે૧ આમ, સોળ વર્ષ અને પાંચ મહિનાની લઘુવયે પરમ પ્રજ્ઞાતિશયથી ગૂંથાયેલ “મોક્ષમાળા' શ્રીમની એક અદ્ભુત રચના ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૮ (આંક-૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy