________________
૧૭૭
છે. જૈન ધર્મના અંતસ્તલમાં પ્રવેશ કરવા માટે ભવ્ય દ્વાર સમાન છે. સરળ ભાષામાં તેમજ સંક્ષેપમાં જૈન ધર્મની માહિતી આપનાર ગ્રંથ તરીકે આ ગ્રંથ સીમાચિહ્નરૂપ છે એમાં કોઈ સંદેહ નથી.
ભાવનાબોધન “મોક્ષમાળા'ની રચના પછી બે વર્ષે વિ.સં. ૧૯૪રમાં રચાયેલ ભાવનાબોધ' ગ્રંથ મુમુક્ષુઓને વૈરાગ્યતરંગિણીમાં નિમજ્જન કરાવનાર ભાવવાહી ગ્રંથ છે. આ ઊંડા અસરકારક ગ્રંથમાં મુમુક્ષુ જીવે જીવનમાં દઢ કરવા યોગ્ય એવી બાર ભાવનાઓ સંક્ષેપમાં સમજાવવામાં આવી છે.
શ્રીમદે વિ.સં. ૧૯૪૦માં “મોક્ષમાળા'ની રચના કરી, પરંતુ તેના પ્રકાશન અર્થે નાણાંની જરૂર હતી, તેથી તેમણે અગાઉથી ગ્રાહક નોંધી નાણાંની સગવડ કરવાનું વિચાર્યું. “મોક્ષમાળા'નો લાભ લેવા અગાઉથી પૈસા આપનારા ગ્રાહક મળી આવ્યા, પરંતુ સંજોગવશાત્ તે છપાવવામાં વિલંબ થતાં શ્રીમન્ને લાગ્યું કે ગ્રાહકો નોંધ્યા પછી લાંબા સમય સુધી પુસ્તક ન અપાય એ યોગ્ય નથી. તેથી તે સમય દરમ્યાન વિ.સં. ૧૯૪રમાં શ્રીમદે અગાઉથી નોંધાયેલા ગ્રાહકોની આકુળતા ટાળવા અને તેમને સંતોષ આપવા એક નાનું પુસ્તક રચ્યું અને તેને છપાવીને તેઓને ભેટ આપ્યું. આ પુસ્તક તે “ભાવનાબોધ' કે જેમાં શ્રીમદે પોતાના અંતરમાં છલકાતા વૈરાગ્યસિંધુને ઠાલવ્યો છે. આ પ્રસંગમાં તેમની કાર્યકુશળતા, કર્તવ્યબુદ્ધિ તથા નીતિમત્તાનું દર્શન થાય છે.
‘ભાવનાબોધ' ગ્રંથ ટૂંકો છતાં વૈરાગ્યથી સભર છે. તેમાં વૈરાગ્યની બાર ભાવનાઓનું નિરૂપણ છે. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આસવ, સંવર, નિર્જરા, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૨-૫૬ (આંક-૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org