________________
૧૭૮
લોકસ્વરૂપ, બોધિદુર્લભ અને ધર્મદુર્લભ એ બાર ભાવનાઓ જીવમાં વૈરાગ્યને ઉત્પન્ન કરે છે તથા ઉત્પન્ન થયેલા વૈરાગ્યને પુષ્ટ કરે છે. ભાવનાબોધ'માં શ્રીમદે પ્રથમ દસ ભાવનાઓની જ સમજણ આપી છે. બોધિદુર્લભ અને ધર્મદુર્લભ ભાવનાની માત્ર વ્યાખ્યા જ આપી છે. વળી, પહેલી છ ભાવનાઓ વિસ્તારથી સમજાવી છે અને પછીની ચાર ભાવનાઓ સંક્ષેપમાં સમજાવી છે. ભાવનાનું નિરૂપણ કરતાં તેમણે પહેલાં ભાવનાના ભાવને મુક્તક જેવી સ્વરચિત પદ્યપંક્તિમાં મૂક્યો છે. પછી તેનો વિશેષાર્થ બતાવી, રોચક હૃદયંગમ શૈલીમાં આલેખાયેલાં વૈિરાગ્યમય ચરિત્રોથી તેને સમર્થિત કરી, સારબોધરૂપ - તાત્પર્યરૂપ પ્રમાણશિક્ષા' આપીને, અંતમાં પુષ્પિકા લખી તેમણે તે ભાવના પૂર્ણ કરી છે. પાછળની ચાર ભાવનાઓના નિરૂપણમાં આ ક્રમ જોવા મળતો નથી. તે ભાવનાઓમાં પદ્યપંક્તિ તથા પ્રમાણશિક્ષા નથી. કેટલીકમાં પુષ્પિકા ટૂંકાવી છે, તો કેટલીકમાં પુષ્પિકા આપી જ નથી. દસમી ભાવનામાં દષ્ટાંત પણ નથી.
ગ્રંથની શરૂઆત તેમણે ઉપઘાતથી કરી છે. તેમાં વૈરાગ્યની મહત્તા બતાવનાર વાક્યથી શરૂઆત કરી. તેમણે સત્ય સુખની વિચારણા કરી છે અને મહાયોગી ભર્તુહરિનું સુપ્રસિદ્ધ સુભાષિત ટાંકી તેનું વિવેચન કર્યું છે. તે પછી તેમણે સંસાર એકાંત શોકરૂપ છે, તેથી તેમાં મોહ ન પામતાં તેનાથી નિવૃત્ત થવાનો શ્રી મહાવીર ભગવાનનો બોધ જણાવ્યો છે. ત્યારપછી મુક્તિ મેળવવા માટે વૈરાગ્યનું મહત્ત્વ દર્શાવી તેમણે પ્રથમ દર્શન' શીર્ષક હેઠળ બાર ભાવનાઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
શ્રીમદે અનિત્યભાવનાની શરૂઆતમાં ઉપજાતિ છંદમાં સર્વ વસ્તુઓની અનિત્યતા દર્શાવતી ચાર પંક્તિ આપી, તેનો ગદ્યમાં વિશેષાર્થ આપ્યો છે અને ‘ભિખારીનો ખેદ' નું દૃષ્ટાંત
બતાવનાર
સમસ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org