________________
૧૭૯ આપ્યું છે. સરળ ભાષામાં લખાયેલા આ દૃષ્ટાંતમાં તેમણે વચ્ચે વચ્ચે મર્માળા હાસ્યવાળાં વચનો મૂકી, આ દૃષ્ટાંતને રસિક બનાવ્યું છે.
અશરણભાવનામાં તેમણે ઉપજાતિ છંદમાં ચાર પંક્તિ આપી, ગદ્યમાં તેનો વિશેષાર્થ સમજાવ્યો છે અને શ્રી અનાથી મુનિનું ચરિત્ર આપ્યું છે.
એકત્વભાવનામાં ઉપજાતિ છંદમાં તે ભાવનાનો ભાવ દર્શાવી, ગદ્યમાં તેનો વિશેષાર્થ આપી, શ્રી નમિરાજર્ષિ અને વિપ્રના વેષે આવેલા શક્રેન્દ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ આપ્યો છે. પ્રમાણશિક્ષામાં તેમણે શ્રી નમિરાજર્ષિને એકત્વ સિદ્ધ થયું તે પ્રસંગને પરમ સુંદર ભાવવાહી શબ્દોમાં વર્ણવી, તેનો સાર શાર્દૂલવિક્રીડિત છંદની એક કડીમાં આપી, તેનો વિશેષાર્થ આપ્યો છે. અહીં પ્રસંગને અનુરૂપ પદ્યરચના કરવાની તેમની શૈલીનો પરિચય મળે છે.
અન્યત્વભાવના'માં શાર્દૂલવિક્રીડિત છંદની ચાર પંક્તિઓમાં તે ભાવના સમજાવી, તેનો વિશેષાર્થ ગદ્યમાં આપી, તે ભાવના દૃઢ કરતું શ્રી ભરત ચક્રવતીનું ચરિત્ર રજૂ કર્યું છે, જેમાં તેમના વૈભવનું આબેહૂબ શબ્દચિત્ર આલેખ્યું છે. આરીસાભુવનમાં તેમની એક આંગળીમાંથી વીંટી સરી પડતાં, આંગળી અડવી જણાઈ અને તેના કારણે તીવ્ર વૈરાગ્યની ફુરણા થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પ્રસંગનું આલેખન કર્યું છે. ત્યારપછી આખી કથાનો સાર શાર્દૂલવિક્રીડિત છંદની ચાર પંક્તિઓમાં આપી તેનો વિશેષાર્થ આપ્યો છે.
‘અશુચિભાવના'માં તેમણે ગીતિની બે પંક્તિ આપી, તેનો વિશેષાર્થ રજૂ કરી શ્રી સનસ્કુમાર ચક્રવર્તીનું ચરિત્ર આપ્યું છે.
સંસારભાવના'માં નારાચ છંદની ચાર પંક્તિ આપી, તેનો વિશેષાર્થ સમજાવી, શ્રી મૃગાપુત્રનું વૈરાગ્યપ્રેરક ચરિત્ર વર્ણવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org