________________
૧/૪
શ્રાવણ વદ ૧૦ના દિવસે શ્રીમદ્ મોરબીથી વઢવાણ કૅમ્પ પધાર્યા અને ત્યાં લીંબડીના ઉતારે સ્થિતિ કરી હતી. અત્રે સ્થિતિ હતી ત્યારે પરમ સત્કૃતના પ્રચાર અર્થે શ્રીમદે પરમશ્રુત પ્રભાવક મંડળ' સંસ્થાની સ્થાપના સ્વહસ્તે કરી હતી અને આ પરમાર્થપ્રયોજન અર્થે સંવત્સરીના દિવસે ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું હતું. આ કામકાજ અંગે ક્યારેક પૈસાની બાબતમાં ભળવું પડે તો તેને લીધેલા વતના અતિચારરૂપે ગણતા. ૧
પરમકૃત પ્રભાવક મંડળ'ની સ્થાપના ઉપરાંત શ્રીમદે વઢવાણ કૅમ્પમાં “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા'ના ૧૦૮ પાઠરૂપ મણકાની ૧- પરમશ્રુત પ્રભાવક મંડળ'ની પ્રવૃત્તિ આજ દિવસ સુધી ચાલુ છે. શરૂઆતમાં શ્રી વીતરાગધ્રુતના ન્યાય અને તત્ત્વવિષયક ગ્રંથોની પ્રસિદ્ધિ હિંદી અનુવાદરૂપે દ્વિમાસિક દ્વારા શરૂ થઈ. પાછળથી અમુક વખતના અંતરે ઉત્તમ અને અલભ્ય ગ્રંથો પ્રગટ કરવાનું શરૂ થયું, જેને શ્રીમના સ્મારકરૂપે “શ્રીમદ્ રાજચંદ્ર જૈન શાસ્ત્રમાળા' નામ આપવામાં આવ્યું. વિ.સં. ૧૯૬૧માં શ્રીમદ્રનાં લખાણોનો સંગ્રહ ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ તરીકે આ સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો. મહાત્મા ગાંધીજી આ સંસ્થાના ટ્રસ્ટી અને શ્રી રેવાશંકરભાઈ મુખ્ય કાર્યકર્તા હતા. શ્રી રેવાશંકરભાઈના અવસાન પછી સંસ્થાની પ્રવૃત્તિમાં મંદતા આવી ગઈ હતી. વિ.સં. ૨૦૧૪થી આ સંસ્થાનો વહીવટ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ'ના ટ્રસ્ટીઓએ સંભાળી લીધો છે.
એ જ પ્રમાણે વિ.સં. ૧૯૫૬ના માગસર માસમાં શ્રીમતી પ્રેરણાથી ખંભાતમાં પુસ્તકાલયની સ્થાપના થઈ હતી, જેનું નામ “શ્રી સુબોધક પાઠશાળા' રાખવામાં આવ્યું હતું. પુસ્તકોની પસંદગી અને ખરીદીનું કાર્ય શ્રી મનસુખભાઈ કિરતચંદને સોંપવામાં આવ્યું હતું અને પુસ્તકાલયની ઘણી ખરી કાર્યવાહી શ્રી અંબાલાલભાઈના હસ્તક હતી. તેની પ્રવૃત્તિ માટે શરૂઆતમાં ખંભાતમાં કુમારવાડાના નાકા ઉપર એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યારપછી વિ.સં. ૧૯૬૮માં લોંકાપરીમાં સ્વતંત્ર મકાન બંધાવી, આ પુસ્તકાલય ત્યાં લઈ જવામાં આવ્યું; જે હાલ વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org