SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ જૂઠાભાઈના પરિચયમાં આવ્યા હતા. જ્યારે વરઘોડો નીકળવાનો હતો, ત્યારે શ્રી અંબાલાલભાઈ બીજા ભાઈઓ સાથે શ્રી જૂઠાભાઈને વરઘોડામાં જવા બોલાવવા આવ્યા. નાની વયમાં જ વૈરાગ્યવંત બનેલા શ્રી જૂઠાભાઈ એ વખતે શ્રીમદ્જ્ઞા પત્રોનું વાંચન કરતા હતા, તેથી તેઓ બોલ્યા કે “ક્યાં પ્રતિબંધ કરું?' તે સાંભળીને શ્રી અંબાલાલભાઈ ઉપર તેમના વૈરાગ્યની છાપ પડી અને તેથી તેઓ ત્યાં જ સત્સંગમાં બેસી ગયા. શ્રી જૂઠાભાઈએ શ્રીમદ્ભા ગુણગામ કરી તેમના પત્રો વંચાવ્યા, તેથી તે પૂર્વસંસ્કારી જીવને શ્રીમન્નાં દર્શન-સમાગમની ભાવના થઈ. તે પત્રોની નકલ તેમણે સ્વાધ્યાયાર્થે ઉતારી લીધી. આમ, લગ્નપ્રસંગે આવેલા શ્રી અંબાલાલભાઈને શ્રી જૂઠાભાઈના નિમિત્તે ધર્મની લગની લાગી. તેમણે ખંભાત આવી શ્રીમને મળવાની આજ્ઞા મેળવવા પાંચ-છ પત્રો લખ્યા. શ્રીમદે આજ્ઞા આપી એટલે શ્રી ત્રિભુવનભાઈ સાથે શ્રી અંબાલાલભાઈ મુંબઈ ગયા અને શ્રીમન્નાં દર્શન કર્યા. ફરીથી શ્રી ત્રિભુવનભાઈ એકલા મુંબઈ ગયા હતા, ત્યારે શ્રીમદે “મહાવીરના બોધને પાત્ર કોણ?' એ દર્શાવતા દસ બોલવાળો બોધપત્ર લખીને શ્રી અંબાલાલભાઈ માટે મોકલ્યો. ત્યારપછી શ્રી અંબાલાલભાઈની વિનંતીથી વિ.સં. ૧૯૪૬ના આસો વદ ૧૨ ના દિવસે શ્રીમદ્ સાયલાથી ખંભાત તેમના ઘરે પધાર્યા. શ્રી અંબાલાલભાઈનું હૃદય પ્રેમભક્તિથી ઉલ્લલ્લું, તેમણે તન-મન-ધનથી શ્રીમન્ની ભક્તિ કરી. શ્રીમના ખંભાતનિવાસ દરમ્યાન શ્રી લાલચંદભાઈ શ્રીમદ્ સ્થાનકવાસી ઉપાશ્રયે લઈ ગયા હતા, જ્યાં શ્રી લલ્લુજી આદિ મુનિઓને શ્રીમનો પ્રથમ પરિચય થયો હતો. સં. ૧૯૪૬ના સમાગમ પછી શ્રી અંબાલાલભાઈનું જીવન શ્રીમદ્ભય બની ગયું હતું. આ સમાગમ પછી તેમણે વ્યવસાય વગેરેનો ઘણો સંક્ષેપ કરી, જીવનને શ્રેયમાર્ગે વાળ્યું હતું. માત્ર ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૦ (પત્રાંક-૧૦૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy