SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ વિહંગાવલોકન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સાંપડે છે. સિદ્ધાંતની સમજૂતી આપતો ગ્રંથ હોવા છતાં તેમાં સૈદ્ધાંતિક મંથો જેવી કઠિનતા નથી. પાઠક બહુ સૂક્ષ્મ તર્કમાં ગૂંચવાઈ ન જાય, રૂક્ષ ચર્ચાથી કંટાળી ન જાય કે ઇષ્ટ વિષયથી દૂર ઘસડાઈ ન જાય તથા તેને વિચારણાની પ્રેરણા મળે અને તે વિચારણા જાગતાં પાઠક આત્મતત્ત્વ સંબંધી નિઃશંકતા પ્રાપ્ત કરે તે અર્થે શ્રીમદે અભુત શૈલીથી સરળ, સુરેખ અને સુયુક્ત રચના કરી છે. સહેલાઈથી કંઠસ્થ કરી શકાય એવી આ કૃતિ, સંવાદશૈલી પ્રયુક્ત થઈ હોવાના કારણે ગ્રંથવિષય ગહન હોવા છતાં ભારેખમ અને જટિલ ન બનતાં સુગ્રાહ્ય, સુબોધક અને સુરુચિપોષક બની છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રતિપાદનશૈલી જોતાં તેમાં ક્યાંય શબ્દાડંબર કે વાગ્વિલાસ દેખાતો નથી. આ સૂત્રાત્મક કૃતિમાં એક પણ શબ્દ નકામો નથી, એક પણ નિર્દેશ કટુતા કે આવેશયુક્ત નથી, એક પણ વચન નિષ્પક્ષપાતતાહીન કે વિવેકવિહીન નથી. તેના શબ્દ શબ્દ માત્ર સ્વાત્માનુભવી મહાત્માના અંતરમાંથી ફુરેલી શ્રતધારાનાં દર્શન થાય છે. જેમ ગંગા નદીનો પ્રવાહ જોવાથી આંખ ઠરે છે, ચિત્ત શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે; તેમ શ્રીમન્ના નિર્મળ અંતરમાંથી પ્રવહતી આ પ્રશમરસથી પરિપૂર્ણ, ચાતુ' મુદ્રાથી અલંકૃત ૧૪૨ ગાથાઓની અપૂર્વ કૃતિનું શ્રવણ-વાંચન કરનારના આત્માને શાંતિ, શીતળતા, પ્રસન્નતા અને પવિત્રતાનો અનુભવ થાય છે. આબાલગોપાલ સર્વને સ્વયોગ્યતા પ્રમાણે પરમ ઉપકારી થઈ શકે એવી ચમત્કૃતિ તથા આત્માને સ્પર્શતા મુદ્દાઓનું ક્રમબદ્ધ, તર્કસંગત નિરૂપણ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને જૈન તેમજ જૈનેતર આત્મવિષયક ગ્રંથોમાં અત્યંત મહત્ત્વનો અને ઉચ્ચ કોટિનો દરજ્જો અપાવે છે. મત, દર્શન, સંપ્રદાય, વાડા, જાતિ આદિના આગ્રહથી ઉપર ઊઠીને સર્વગ્રાહી શૈલીથી લખાયેલો આ ઉત્તમોત્તમ ગ્રંથ આધ્યાત્મિક સાહિત્યમાં અમર સ્થાન લેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy