SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સાથે થયેલાં. ચોથાં તે ઝબકબહેન. એમનાં લગ્ન વવાણિયાના શ્રી જસરાજ દોશી સાથે થયેલાં. પાંચમા તે શ્રી મનસુખભાઈ. એમનાં પત્નીનું નામ પણ ઝબકબાઈ હતું. સૌથી નાનાં તે જીજીબહેન. એમનાં લગ્ન સાયલાના શ્રી ઝવેરચંદ મલકચંદ સાથે થયેલાં. આમ, શ્રી રવજીભાઈનો કુટુંબ-પરિવાર મોટો હતો. શ્રીમદ્ભો સાત વર્ષ સુધીનો બાલ્યકાળ નિર્દોષ રમતગમતમાં, ઉન્નત કલ્પનાઓમાં અને જીવનમાં આગળ રહેવાની ભાવનાઓમાં વ્યતીત થયો હતો. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની તેમને જિજ્ઞાસા રહ્યા કરતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છતા રાખવાની, ખાવા-પીવાની, સૂવા-બેસવાની બધી ચેષ્ટા વિદેહી હતી. તેમનું હાડ ગરીબ હતું અને દશા નિરપરાધી હતી. તેમનો હસમુખો ચહેરો તથા મૃદુ અને વહાલું બોલવું દરેકને મનમોહક થઈ પડતું હતું. સરળતા, તેજસ્વિતા, સાત્ત્વિકતા, નિઃસ્પૃહતા વગેરે અનેક ગુણો તેમનામાં સહજ ખીલેલા હતા. તેમની તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને અદ્ભુત સ્મરણશક્તિને કારણે વિદ્યાદેવી સરસ્વતી જન્મથી જ તેમના ઉપર પ્રસન્ન હોય તેમ જણાતું હતું. આમ, ભવિષ્યના એ મહાત્મા બાળવયથી જ અનોખું વ્યક્તિત્વ ધરાવતા હતા. * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy