________________
૩૫ શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મપરિષદમાં જૈનો તરફથી શ્રી આત્મારામજી મહારાજ(શ્રી વિજયાનંદસૂરિજી)ની પ્રેરણાથી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ગયા હતા. શિકાગો શહેરમાં આપેલ અન્ય એક વ્યાખ્યાનમાં તેમણે હિંદમાં પૂર્વે અસાધારણ શક્તિઓન ધારક પુરુષો ઉત્પન્ન થતા હતા તે બતાવી કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનું ઉદાહરણ આપ્યું હતું અને હાલના સમયમાં પણ જૈનો તેવા પ્રકારની શક્તિઓ ધરાવનારા પુરુષો ઉત્પન્ન કરવાનો ગર્વ લઈ શકે છે એમ બતાવવા માટે શ્રીમન્ની અસાધારણ શક્તિઓનું વિવેચન કરી બતાવ્યું હતું.'
શ્રીમન્ની અજાયબ શક્તિથી પ્રભાવિત થઈને મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર ચાર્લ્સ સારજંટે તો તેમને યુરોપ જઈ પોતાની શક્તિઓ બતાવવા આમંત્રણ આપ્યું, પરંતુ યુરોપમાં પોતે જૈન ધર્મ અનુસાર નહીં રહી શકે એમ વિચારી તેમણે તે વિનયપૂર્વક નકાર્યું. એક અંગ્રેજી દૈનિક પત્રે તો એટલે સુધી જણાવ્યું કે આવી અદ્ભુત શક્તિના ધારક ઈંગ્લેન્ડ આદિમાં હોય તો પૂજાય. પરંતુ શ્રીમદ્દ્ગી વૃત્તિ અંતર્મુખ થવા પ્રત્યે હોવાથી યુરોપ જવા માટે તેમણે રુચિ દર્શાવી નહીં. આ તેમનું દેશ-વિદેશની ખ્યાતિ માટેનું મોહરહિતપણું બતાવે છે. યુવાન વય હોવા છતાં આંગણે આવેલી કીર્તિ કે માન આદિનાં આવાં પ્રલોભનોમાં તેમનું ચિત્ત જરા પણ પડ્યું નહીં.
યુરોપ જઈ શતાવધાનના પ્રયોગો કરવાની વાત તો બાજુ ઉપર રહી, તેમણે ભારતમાં પણ આવા પ્રયોગો હવે પછી ન કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો. તેમણે ધાર્યું હોત તો તેઓ આ શક્તિથી ખૂબ યશ અને ધન કમાઈ શક્યા હોત, પણ ખ્યાતિ કે લક્ષ્મીદેવીની ઉપાસના એ તેમનું ધ્યેય ન હતું. તેમને ૧- ભાગ એફ. કારભારી દ્વારા સંપાદિત, ધ જૈન ફિલોસોફી',
સ્પીચીસ એન્ડ રાઈટીંગ્સ ઓફ વરચંદ આર. ગાંધી, પૂ.૧૧૬
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org