________________
૧૭૪
સ્વરૂપ તથા તેના પાલનથી થતા લાભનું સરળ પદ્યમાં નિરૂપણ કર્યું છે. તેમણે ‘જિનેશ્વરની ભક્તિ’ વિષે બે ગદ્યપાઠ અને ભાવવાહી પદ્ય ‘ભક્તિનો ઉપદેશ' એમ ત્રણ પાડોમાં જિનેશ્વર ભગવાનની ભક્તિનો અનુપમ મહિમા દર્શાવ્યો છે. ‘બ્રહ્મચર્યની નવ વાડ'માં તેમણે બ્રહ્મચર્યની રક્ષા કરનારી નવ વાડ સમજાવી છે અને બ્રહ્મચર્યની મહત્તા સમજાવતા સાત દોહરા ‘બ્રહ્મચર્ય વિશે સુભાષિત' નામના પાઠમાં રચ્યા છે. દરેક દોહરો સ્વતંત્ર સુભાષિત જેવી ક્ષમતા ધરાવે છે, જે શ્રીમદ્ની રચનાશક્તિનો પરિચય આપે છે. મહાત્મા ગાંધીજી ક્યારેક ક્યારેક આ સુભાષિતોનો પાઠ કરતા હતા.
પ્રભુ પાસે કેવી રીતે ક્ષમા માગવી, તે વિષયને આત્મનિવેદનરૂપે ગૂંથી લેતો ભાવપૂર્ણ ગદ્યપ્રાર્થનાનો પાઠ ‘ક્ષમાપના' હજારો મુમુક્ષુઓ મુખપાઠ કરી, દરરોજ નિયમિતપણે તેનું સ્મરણ કરે છે. આ ઉત્તમ પાઠનું એક એક વાક્ય અર્થસઘન છે. શ્રીમદે શ્રી લલ્લુજી મુનિ આદિને આ પાઠ મુમુક્ષુઓને સત્સાધનમાં આપવા ભલામણ કરી હતી.
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો' આદિ સુપ્રસિદ્ધ પંક્તિઓથી ગુંજતા ‘અમૂલ્ય તત્ત્વવિચાર'ના અર્થગંભી૨ કાવ્યમાં તેમણે તત્ત્વજ્ઞાનનો નિચોડ આપ્યો છે, જે ઉપરથી તેમની ઉચ્ચ કવિત્વશક્તિ અને ઊર્ધ્વગામી આધ્યાત્મિક કક્ષાનો ખ્યાલ આવે છે. આ અતિ મહત્ત્વના કાવ્યમાં તેમણે મનુષ્યભવની દુર્લભતા, ક્ષણિક સુખની શોધના કારણે સાચા સુખનું ટળવું, આત્મવિચારણા, જીવનું કર્તવ્ય આદિ વિષે સંક્ષેપમાં છતાં સચોટ આલેખન કર્યું છે. આ કાવ્યની રચના વિષે શ્રીમદે સ્વમુખે જણાવ્યું હતું કે તેમણે ૬૭મો પાઠ ગદ્યમાં લખ્યો હતો, પરંતુ તેના ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવો પડ્યો હતો અને તેથી તે ઠેકાણે તેમણે આ કાવ્યની રચના કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org