________________
૧પ૧
શ્રીમન્નાં વચનામૃતોનો અધિકાધિક લાભ પ્રાપ્ત થઈ શકે, તેનું શાંત ભાવે પઠન-મનન-સ્વાધ્યાય તથા તે પ્રમાણે સાધના થઈ શકે તે અર્થે અનેક આશ્રમો તથા શ્રીમદ્ રાજચંદ્ર મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. રાજપુર, સુણાવ, વડવા, અમદાવાદ, અગાસ, સીમરડા, વસો, નાર, કલોલ, આહીર, ભાદરણ, રાજકોટ, સડોદરા, ઈડર, નરોડા, ઇન્દોર, ધામણ, સુરેન્દ્રનગર, વવાણિયા, બોરસદ, કાવિઠા, હુબલી, ઉત્તરસંડા, આસ્તા, હંપી, દેવલાલી, ભાવનગર, વટામણ, મુંબઈ, બેંગલોર, સુરત, સાયલા, ગઢ શિવાણા, કોબા, યવતમાલ, મદ્રાસ, ઉદયપુર, મોરબી, લેસ્ટર (યુ.કે.), બાંધણી, જયપુર, મોમ્બાસા (આફ્રિકા), જોધપુર, શિકાગો (યુ.એસ.એ.), સાન ફ્રાન્સિસકો (યુ.એસ.એ), ધરમપુર આદિ પચાસથી પણ અધિક સ્થળે સાધનાકેન્દ્રોનું નિર્માણ થયું છે, જેનો પરમાર્થપંથે પ્રગતિ કરવા અર્થે અનેક મુમુક્ષુઓ લાભ લઈ રહ્યા છે તથા ભક્તિમય જીવન વિતાવી રહ્યા છે. શ્રીમી આધ્યાત્મિક સાધના અને સાહિત્યથી આકર્ષાયેલા ભક્તોનો સમુદાય જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ ઉપાસનાનાં સ્થાનો, મંદિરો સ્મારકરૂપે વધતાં જાય છે. અલબત્ત મુકુલભાઈ કલાર્થી લખે છે તેમ –
“આ બધાં સ્મારકો કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીનું સૌથી શ્રેષ્ઠ સ્મારક તો શ્રીમદ્દના જીવનસંદેશને ઝીલીને યથાશક્તિ પ્રયત્ન કરી આત્માર્થ સાધવા મથતાં સૌ શ્રીમદ્ભક્ત મુમુક્ષુજનો જ છે. એવા મુમુક્ષુજનો શ્રીમની શિક્ષાને આત્મસાત કરી પવિત્ર તીર્થધામ સમાં બની શકે છે અને તેઓનાં અંતઃકરણરૂપી મંદિરમાં કૃપાળુદેવનો સદા વાસ છે.”
* * *
૧- શ્રી મુકુલભાઈ કલાર્થી, “શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના', પૃ.૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org