________________
(૧૪) ઉપસંહાર
શ્રીમદ્ રાજચંદ્ર એટલે આત્મશુદ્ધિ માટે સતત પુરુષાર્થ કરતા અને અપૂર્વ આત્મપરાક્રમથી આત્મસિદ્ધિને પામેલા એક ઉચ્ચ કોટિના દિવ્ય આત્મા. તેઓશ્રીએ સતત આત્મબળની વૃદ્ધિ કરતા રહી, દેહવિલય પર્યત મોક્ષમાર્ગે વાયુવેગે પ્રવાસ કર્યો અને એકાવતારીપણું પ્રાપ્ત કર્યું. તેઓશ્રી પરમ તત્ત્વજ્ઞ, ગહન ચિંતક, દેહ છતાં દેહાતીત દશાધારી, પરમ હિતસ્વી, સ્વરૂપ વિલાસી, સદા આનંદી, સદા નીરાગી અને સદા સત્યધર્માભિમુખ મહાન વિભૂતિ હતા. કોઈ પણ પ્રકારની ભૌતિક મહત્ત્વાકાંક્ષા તેમને સ્પશી ન હતી. જાણે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા જ દેહ ધારણ કર્યો હોય એવી અમાપ ઉપકારવંત તેમનું જીવન હતું.
તેત્રીસ વર્ષ અને પાંચ મહિનાના અતિ અલ્પ આયુષ્યકાળમાં અત્યંત આશ્ચર્યમુગ્ધ કરે એવી ઉચ્ચ જ્ઞાનદશાને સાધનાર શ્રીમદ્ પોતે જ સમજણપૂર્વક અને હેતુપૂર્વક લોકપ્રસિદ્ધિથી વિમુખ રહ્યા હતા. શક્તિનાં પ્રદર્શન, લબ્ધિના પ્રચાર કે પ્રસિદ્ધિનાં પ્રલોભનથી તેમણે હંમેશાં દૂર રહેવાનું પસંદ કર્યું હતું, એટલે તેમનો જીવનસંદેશ તેમના વિદ્યમાનપણામાં બહુજન સમાજ સુધી પહોંચી શક્યો ન હતો.
સમસ્ત મુમુક્ષુજગતને નિષ્કારણ કરુણાથી ઉચ્ચકક્ષીય સર્વતોમુખી માર્ગદર્શન આપનાર આ મહાપુરુષને તત્કાલીન સામાન્ય લોકસમુદાય ઓળખી શક્યો નહોતો અને તેથી તેમનાં અમૂલ્ય ઉપદેશવચનોનો પણ યથાયોગ્ય લાભ લઈ શકાયો નહોતો. જેમ જેમ શ્રીમદ્ વિષેની જાણકારી વધતી જાય છે, ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૧-૮૦૨ (હાથનોંધ-૧, ૩૨)
“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org