________________
૨૫૪
રચનાઓ કરી છે, તેમાં ચિંતન, મનન અને અનુભવની સચોટતા છે, આત્મસાક્ષાત્કારનો ઉલ્લાસ અને આનંદ છે. તેમની વાણી એક સ્થિતપ્રજ્ઞ આત્માના સાહજિક ઉગારો છે. તેમનાં પત્રો, ડાયરીઓ, કાવ્યો આદિમાં જે દર્શન અને ચિંતન વ્યક્ત થયાં છે, તેમાં આત્માનુભવનું ઓજસ છે. શ્રીમદ્રનું કવન એ આત્માના અગાધ ઊંડાણમાંથી સહજ ભાવે સ્કુરિત થતું હોવાથી કોઈ પણ ભવ્ય આત્માને સ્પર્શી જાય એવું સચોટ છે. મહાત્મા ગાંધીજીએ લખ્યું છે –
તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. ....... તેમનાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો
હતો.૧
શ્રી વિનોબા ભાવેએ પણ શ્રીમાં લખાણ વિષે એવો જ અભિપ્રાય ઉચ્ચાર્યો છે –
“શ્રીમદ્ રાજચંદ્ર જે કંઈ લખતા હતા તે સ્વાનુભવની કસોટી પર કસીને લખતા હતા. પારમાર્થિક વિષયોમાં એમની પ્રભા અકુંઠિત હતી અને જેમ એમણે કહ્યું છે તેમ એ સર્વથા પક્ષપાત રહિત હતા. એમના “બહુ પુણ્ય કેરા પુંજથી' અને અપૂર્વ અવસર એવો ક્યારે આવશે', એ તો મને કંઠસ્થ છે.”
આમ, શ્રીમદ્ આત્મનિમજ્જન કરી, અંતરના અતલ ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી',
પૃ.૪૬,૪૦ ૨- પ્રેમચંદભાઈ કોઠારી, “શ્રીમદ્ રાજચંદ્ર (આધ્યાત્મિક સંક્ષિપ્ત
જીવન)', પૃ.૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org