________________
૮૪ જાણે એમ એકાંતમાં રહ્યા હતા. ત્યાં અપૂર્વ આત્મસમાધિમાં લીન થઈને શ્રીમદે હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું, ‘યમ નિયમ', ‘જિનવર કહે છે જ્ઞાન તેને' અને જડ ભાવે જડ પરિણમે' એ ચાર અનુભવમૂલક કાવ્યાની રચના કરી હતી. ત્યાંથી ખંભાત, વવાણિયા, મોરબી, આણંદ, ભરૂચ થઈ, વિ.સં. ૧૯૪૮ના માગસર સુદ ૬ના દિવસે મુંબઈ આવ્યા હતા. વિ.સં. ૧૯૪૭ થી વિ.સં. ૧૯૪૮ સુધીમાં તેઓ લગભગ ત્રણ થી સાડા ત્રણ માસ મુંબઈની બહાર રહ્યા હતા. ત્યારપછી વ્યવહાર-ઉપાધિની ભીંસ વધતી ગઈ અને નિવૃત્તિની તીવ્ર ઝંખના હોવા છતાં વિ.સં. ૧૯૪૮ના માગસરથી વિ.સં. ૧૯૪૯ના શ્રાવણ સુધી તેમણે મુંબઈમાં જ સ્થિતિ કરી હતી. વિ.સં. ૧૯૪૯નું પર્યુષણ વડોદરામાં કરી, પેટલાદ, ધર્મજ, ખંભાતમાં તેમણે સ્થિરતા કરી હતી. વિ.સં. ૧૯૪૯ના આસો માસથી વિ.સં. ૧૯૫૧ના મહા માસ સુધી એટલે કે લગભગ સોળ મહિના સુધી તેમણે પુનઃ મુંબઈમાં જ સ્થિતિ કરવી પડી હતી. વિ.સં. ૧૯૫૧ના મહા સુદથી એક મહિના સુધી કઠોર, મોરબી, વવાણિયા વગેરે સ્થળોએ સ્થિતિ કરી તેઓ મુંબઈ પધાર્યા હતા. તે જ વર્ષમાં શ્રાવણથી આસો સુધીનો લગભગ બે માસનો સમય શ્રીમદે વવાણિયા, મોરબી, સાયલા, હડમતાલા, રાણપુર, બોટાદ, લીંબડી, વડવા, ખંભાત, ઉંદેલ આદિ સ્થળોએ સ્થિતિ કરી મુમુક્ષુઓને સત્સમાગમનો લાભ આપ્યો હતો. વિ.સં. ૧૯પરના વૈશાખ માસમાં વવાણિયા-મોરબી જવા સિવાય, તે વર્ષે શ્રાવણ માસ સુધી તેમણે મુંબઈમાં જ સ્થિતિ કરી હતી.
વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ માસમાં લગભગ અઢી માસ જેટલી નિવૃત્તિ લઈને શ્રીમદ્ મુંબઈથી ચરોતર પ્રદેશમાં ગયા હતા. તેઓ શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશી ગોસળિયા સાથે શ્રાવણ માસમાં કાવિઠા પધાર્યા હતા. કાવિઠામાં શ્રી ઝવેરચંદ શેઠના મેડા ઉપર તેમનો ઉતારો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org