SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ મુનિચર્યા વિષેની પોતાની ધારણા વ્યક્ત કરતાં શ્રીમદ્ આગળ કહે છે કે પાંચ ઇન્દ્રિયના વિષયમાં રાગ-દ્વેષરહિતપણું વર્તે, પાંચ પ્રકારના પ્રમાદથી મનની અસ્થિરતા થાય નહીં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રતિબંધ વિના ઉદયાધીનપણે, લોભરહિતપણે વિચરે; ક્રોધ પ્રત્યે ક્રોધસ્વભાવપણું વર્તે, માન પ્રત્યે દીનપણાનું માન વર્તે, માયા પ્રત્યે સાક્ષીભાવની માયા વર્તે, લોભ પ્રત્યે લોભ સમાન થાય નહીં; બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ ન કરે, ચક્રવર્તી વંદન કરે તો પણ માન ન થાય, દેહ છૂટી જાય તો પણ એક રોમમાં પણ માયા ન થાય અને ઉત્કૃષ્ટ પ્રકારની સિદ્ધિઓને ફોરવવાનો કે ઉપયોગ કરવાનો લોભ ન થાય; નગ્નભાવ, મુંડભાવ, અજ્ઞાનતા, અદંતધાવન આદિનું પાલન કરવું તથા કેશ, રોમ, નખ કે અંગની શોભા ન કરવી એ પ્રસિદ્ધ આચારરૂપ દ્રવ્યસંયમ અને ભાવસંયમમય નિર્ગથદશા વ; શત્રુ-મિત્ર, માન-અપમાન, જીવન-મરણ, ભવ-મોક્ષ એ સર્વના સમભાવે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય; સ્મશાનમાં એકલા વિચરતા હોય અથવા પર્વતમાં વિચરતા હોય કે જ્યાં વાઘસિંહનો સંયોગ થઈ જાય તો ત્યાં પણ આસન અડોલ રહે, મનમાં ભય કે ક્ષોભ ઊપજે નહીં, બલ્ક પરમ મિત્રનો યોગ થયો હોય એમ માને; ઘોર તપશ્ચર્યામાં પણ મનમાં ખેદ ઊપજે નહીં અને સરસ આહારથી મનમાં પ્રસન્નતા થાય નહીં, રજકણ કે વૈમાનિક દેવની રિદ્ધિ સર્વેને એકપુદ્ગલરૂપે માને. આ પ્રમાણે મુનિચર્યા આચરવાની ભાવના ભાવી, શ્રીમદ્ ઉત્તરાર્ધમાં તેરમી કડીમાં “આવું' શબ્દનો પ્રયોગ કરી, પોતાને ઉદ્દેશીને ભાવના વ્યક્ત કરે છે કે ઉપર જણાવ્યું તે પ્રમાણે ચારિત્રમોહનો પરાજય કરી, અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે આવું અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થાઉં, જ્યાં શુદ્ધ સ્વભાવનું જ અનન્ય ચિંતન હોય. મોહસ્વયંભૂરમણસમુદ્ર તરીને ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકે સ્થિતિ કરું કે જેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy