________________
४० પ્રાસંગિક ચર્ચામાં ઉપરોક્ત ‘ભદ્રબાહુસંહિતા'ની વાતનો પ્રસંગ બન્યો હોવાનો સંભવ છે.
વિ.સં. ૧૯૪૨ના આસો માસમાં શ્રી શંકર પંચોળીએ તેમની પ્રશ્નકુંડળી બનાવી હતી, તે જ પંચોળીને એક વર્ષ પછી વિ.સં. ૧૯૪૩ના આસો માસમાં જેતપરમાં શ્રીમદે જ્યોતિષની નષ્ટવિદ્યાના પ્રયોગથી આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. જ્યોતિષની આ નષ્ટવિદ્યાનો એવો પ્રકાર છે કે સાલ, માસ, તિથિ, વાર, સમય વિનાની સાચી કુંડળી ઉપરથી સાલ, માસ, તિથિ, વાર, સમય બરાબર કહી દેવાં. આ અભુત પ્રયોગથી અચંબો પામેલા શ્રી શંકર પંચોળીએ તે વિદ્યા શીખવવાની વિજ્ઞપ્તિ કરતાં શ્રીમદુને કહ્યું કે આ વિદ્યા તો બ્રાહ્મણની અમૂલ્ય વિદ્યા છે, તે વિદ્યાનો જાણકાર હજારો રૂપિયા કમાય અને પૂજાય. હાલ આ વિદ્યાના જાણકાર એક જ વિદ્વાન છે, જેઓ કાશીમાં રહે છે. એમ કહી તેમણે શ્રીમદ્ તે વિદ્યા શીખવવાની કૃપા કરવા વિનંતી કરી. તેના પ્રત્યુત્તરમાં શ્રીમદે જણાવ્યું કે તે વિદ્યા માત્ર શિખવાડ્યાથી આવડે તેમ નથી. તેમાં અતિશય સ્મરણશક્તિ અને ચિત્તની એકાગ્રતા તથા સ્થિરતા જોઈએ. એ ગણિતનો વિષય છે અને બળવાન ઉપાદાન હોય તો જ શીખવનાર ગુરુ દ્વારા આવડી શકે. આ ઉપરાંત શ્રીમદે મનુષ્યનાં હાથ, મુખ વગેરેનું અવલોકન કરીને તેના ભવિષ્યનું કથન કરવાની વિદ્યા - અંગવિદ્યા અથવા સામુદ્રિકશાસ્ત્રવિદ્યા પણ હસ્તગત કરી હતી.
- શ્રીમન્ના આ અસાધારણ જ્યોતિષવિજ્ઞાનની ખ્યાતિ સર્વત્ર પ્રસરતાં શ્રીમ જ્યોતિષની બાબતમાં ફ્લાદેશ પૂછનારાઓની સંખ્યા વધતી જ ગઈ અને તેથી તેમને તે પ્રવૃત્તિ પોતાના ઇષ્ટ પરમાર્થમાર્ગમાં વિઘ્નરૂપ જણાવા લાગી. પરિણામે આત્માર્થમાં બાધક એવા આ વિષયને અપરમાર્થરૂપ - કલ્પિત ગણી તે પ્રત્યે શ્રીમદ્ વિશેષ ને વિશેષ ઉપેક્ષિત થતા ગયા. જ્યોતિષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org