SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ સહજપણે આકર્ષાયા હતા. દસ વિદ્વાનોએ મળી શ્રીમની જન્મકુંડળીના ગ્રહ જોયા હતા તથા એ ગ્રહને “પરમેશ્વર રહ' ઠરાવ્યા હતા. તેમના તરફથી શ્રીમને જ્યોતિષવિજ્ઞાનની જિજ્ઞાસા સંતોષાય એવાં સાધનોની પ્રાપ્તિ થઈ. આવા જ્યોતિષીઓનું નિમિત્ત પામી શ્રીમદે જ્યોતિષનો વિષય લક્ષગત કર્યો અને જે વિદ્વાનો દ્વારા એ લક્ષ થયો તેમના કરતાં પણ શ્રીમદ્ આગળ વધી જઈ જ્યોતિષવિદ્યામાં પારંગત બન્યા. શ્રીમદે અપ્રતિમ સ્મરણપ્રાબલ્ય અને સાતિશય ક્ષયોપશમ વડે અલ્પ સમયમાં જ્યોતિષવિદ્યા સાંગોપાંગ શીખી લીધી. આ અંગે શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા લખે છે કે – જ્યોતિષ, કાવ્યાદિ, વર્તમાન દેહે અપરિચિત એવી સંસ્કૃત-માગધી આદિ ભાષામાં ગૂંથાયેલા ધર્મશાસ્ત્રો આદિનો અલ્પ વયે અલ્પ સમયમાં અને તે તે વિષયોની આમ્નાયપૂર્વક વિશિષ્ટ બોધ થઈ જવો, એ તે તે વિષયો ભૂત ભવમાં અનુભવેલ અને વર્તમાનમાં સ્મૃતિગોચર થયેલ પ્રતીત થવા યોગ્ય છે; આત્માની અનંતતા, નિત્યતા, પૂર્વભવાદિની ગવાહી આપવા યોગ્ય છે. શ્રીમદે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ સંસ્કૃતમાં રચેલા શ્રી ભદ્રબાહુસંહિતા' નામના અપૂર્વ મંથનું પણ ગહન અધ્યયન કર્યું. શ્રીમદ્ભા ભદ્રબાહુસંહિતા' ગ્રંથ અવલોકવા અંગે ભરુચનિવાસી શ્રી અનુપચંદ મલકચંદે પોતાના પ્રશ્નોત્તરરત્નચિંતામણિ' ગ્રંથમાં વર્તમાન કાળે આયુષ્ય કેટલું હોય તે અંગેના ૧૨૧મા પ્રશ્નના ઉત્તરમાં ઉલ્લેખ કર્યો છે. આ વયોવૃદ્ધ રૂઢિચુસ્ત જૈન શેઠ શ્રી અનુપચંદભાઈને પણ જ્યોતિષનું સારું જ્ઞાન હતું. ભરુચમાં એમને ત્યાં શ્રીમદ્ એકવીસ વર્ષની વયે વિ.સં. ૧૯૪પના માગસર તથા અષાઢ માસમાં રહ્યા હતા, ત્યારે ૧- શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા, “શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા', પૃ. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy