________________
૧૯૫
ઉપરાંત તેમની વૈરાગ્યવૃત્તિનું દર્શન પણ થાય છે. શ્રીમદે વીસમે વર્ષે સમાજસુધારણા આદિને લગતી ધર્મેત૨ કવિતાઓની રચના બંધ કરી અને તે પછીથી માત્ર ધર્મને લગતી કૃતિઓની રચના કરી હતી.
શ્રીમદ્દે તેમના જીવનકાળ દરમ્યાન વીસેક જેટલાં સ્વતંત્ર ધાર્મિક કાવ્યોની રચના કરી હતી. તેમાંનાં કેટલાંક હિંદી ભાષામાં પણ છે. શ્રીમદે મોક્ષપ્રાપ્તિ માટે જે પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હતો તેનું પ્રતિબિંબ તેમાં જોઈ શકાય છે. તેમાંનાં કેટલાંક કાવ્યોમાં શ્રીમદ્દ્ની અંતરંગ દશાનું વર્ણન છે, કેટલાંકમાં ગુરુમાહાત્મ્ય વર્ણવ્યું છે, કેટલાંકમાં તત્ત્વજ્ઞાનનો બોધ છે તો કેટલાંકમાં મોક્ષમાર્ગનું નિરૂપણ છે.
‘કાળ કોઈને નહીં મૂકે', ‘ધર્મ વિષે', ‘શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ', ‘છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના', ‘દોહરા', ‘લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ', ‘ભિન્ન ભિન્ન મત દેખીએ', ‘લોક પુરુષસંસ્થાને કહ્યો', “બીજાં સાધન બહુ કર્યાં' આદિ ત્રણ દોહરા, ‘બિના નયન પાવે નહીં', ‘હે પ્રભુ! હે પ્રભુ! શું કહું', ‘યમનિયમ સંજમ આપ કિયો', ‘જડ ભાવે જડ પરિણમે’, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો', મૂળ મારગ સાંભળો જિનનો રે', “પંથ પરમપદ બોધ્યો', ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?', 'જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન', ‘ઇચ્છે છે જે જોગી જન' ઇત્યાદિ કાવ્યો દ્વારા વહેતી શ્રીમની વૈરાગ્યપોષક, આત્મબોધક, જગતકલ્યાણકારી, અમૃતમય વાણી ભૌતિક સુખના અભિલાષીઓનાં હૃદયમાં પણ ધર્મભાવના સ્ફુરાવે તેવી છે. તેમાંનાં મુખ્ય કાવ્યોનું સંક્ષેપમાં અવલોકન કરીએ.૧
૧- ‘મોક્ષમાળા’ અને ‘ભાવનાબોધ’નાં કાવ્યો, ‘મોક્ષસુબોધ' તથા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને ‘સ્વતંત્ર ગ્રંથો' વિભાગમાં તેમજ ‘હાથનોંધ’નાં કાવ્યોને ‘અંગત નોંધો' વિભાગમાં મૂકવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org