________________
(૪) સ્વતંત્ર કાવ્યો
કવિ તરીકેની શ્રીમદ્રની પ્રતિભા નૈસર્ગિક અને ઉચ્ચ પ્રકારની છે. એ પ્રતિભાનો આવિષ્કાર લઘુવયમાં જ થયો હતો. વીસ વર્ષની ઉંમર પૂર્વે લખાયેલી શ્રીમન્ની ઘણી કવિતાઓ ધર્મેતર પ્રકારની હતી. શ્રીમદ્દનું હૃદય ખૂબ સંવેદનશીલ અને ઊર્મિપ્રધાન હોવાથી તે સમયે પ્રવર્તી રહેલી સ્ત્રીઓની દુર્દશા, દેશની અવનતિ, કુસંપ આદિ દેખી તેમને થયેલી અંતરવેદના કાવ્યોમાં અભિવ્યક્ત થઈ હતી. તેમણે દેશહિત, સમાજસુધારણા, સુનીતિ, સદ્ધોધ વગેરે સંબંધી કાવ્યો લખ્યાં હતાં, જે સૌરાષ્ટ્ર દર્પણ', વિજ્ઞાનવિલાસ' આદિ સામયિકોમાં છપાયાં હતાં.
દૃષ્ટાંતિક દોહરા', “સ્વદેશીઓને વિનંતી', “પ્રેમની કળા ન્યારી છે', ખરો શ્રીમંત કોણ?', “ધોળે દહાડે ધાડ', ‘આર્ય પ્રજાની પડતી' આદિ કાવ્યો, વિવિધ છંદમાં પ્રાસાનુપ્રાસયુક્ત કવિતાની રચના કરવાની, તેમાં વિવિધ રસનું સરસ અને સચોટ નિરૂપણ કરવાની તેમની જન્મસિદ્ધ કળાની ઝાંખી કરાવે છે અને સાથે સાથે નીતિપ્રિયતા, સગુણપ્રીતિ, દેશભક્તિ, સુધારકવૃત્તિ આદિ તેમના ગુણોનો તથા તેમના સુઘડ અને પરિપક્વ વિચારોનો પણ પરિચય આપે છે.
આ ઉપરાંત અવધાન સમયે શીઘ્રતાથી રચાયેલાં ૪૦ જેટલાં કાવ્યો ઉપલબ્ધ છે. ધર્મ, કાંકરો, રંગની પિચકારી, તૃષ્ણા, ચોપાટ, ઈટ, નળિયું, પાણી, આગગાડી, દરિયો, કમળ આદિ વિવિધ વિષયો ઉપર બોધપ્રદ કાવ્યો લખાયાં છે. તેમણે સમસ્યાપૂર્તિનાં કાવ્યોની પણ રચના કરી છે. આ માર્મિક કાવ્યોમાં તેમની શીઘ કવિત્વશક્તિ, તર્કશક્તિ, શબ્દચમત્કૃતિ, અર્થચમત્કૃતિ, સામાન્ય વિષયમાંથી પણ સુંદર બોધ તારવવાની કળા, તેમનું પિંગળશાસ્ત્ર ઉપરનું પ્રભુત્વ, રચનાકૌશલ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org