________________
૧૩૫
છેલ્લે ૪-૫ દિવસ તીવ્ર અશાતા હોવા છતાં તેમણે તે અદ્ભુત સમતાથી વેદી હતી અને અંતે છેલ્લા શ્વાસે ‘સહજાત્મસ્વરૂપ છે પ્રભુ' નામનું ઉચ્ચારણ કરતાં કરતાં વિ.સં. ૧૯૬૩ના ચૈત્ર વદ ૧૨ ના દિવસે માત્ર સાડત્રીસ વર્ષની વયે ખંભાતમાં સમાધિભાવ સહિત તેમણે દેહત્યાગ કર્યો હતો.
(iv) શ્રી લલ્લુજી મુનિ
શ્રીમદ્ જેમને ‘ચોથા આરાના મુનિ' તરીકે ઓળખાવતા હતા એવા શ્રી લલ્લુજી મુનિ શ્રીમદ્ના પરમ ઉપાસક બની, મહાન સ્વપરકલ્યાણ સાધી ગયા. સ્થાનકવાસી સાધુ તરીકે દીક્ષિત હોવા છતાં તેમણે પોતાનું સંપૂર્ણ જીવન શ્રીમને સમર્પિત કરીને, અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ અપૂર્વ ગુરુભક્તિ અને ઉગ્ર સાધના દ્વારા ઘણો આત્મવિકાસ સાધ્યો હતો. શ્રીમદે પ્રત્યક્ષ તેમજ પત્રાદિ દ્વારા પરોક્ષ બોધ આપી શ્રી લલ્લુજી મુનિને મૂળ માર્ગ ચીંધ્યો હતો અને મુનિશ્રીએ તેમની આજ્ઞાનુસાર ચાલી સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન લોકોને શ્રીમદ્ની ઓળખાણ કરાવવામાં ગાળ્યું હતું. શ્રી લલ્લુજી મુનિની પ્રેરણાથી ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ'ની સ્થાપના થઈ હતી. પોતાના દીર્ઘ કાળના સંયમી જીવનમાં પ્રત્યક્ષ સમાગમથી શ્રીમદ્નાં વ્યક્તિત્વ અને સાહિત્યને બહોળા પ્રમાણમાં પ્રસારિત કરવાનું શ્રેય જેટલું તેમને ફાળે જાય છે તેટલું કોઈ અન્યને ફાળે જતું નથી.
શ્રી લલ્લુજી મુનિનો જન્મ ગુજરાતના ભાલ પ્રદેશના વટામણ ગામમાં વિ.સં. ૧૯૧૦ના આસો વદ ૧ના દિવસે પ્રતિષ્ઠિત ભાવસાર કુટુંબમાં થયો હતો. પિતાનું નામ શ્રી કૃષ્ણદાસ અને માતાનું નામ કસલીબા હતું. તેમના જન્મ પહેલાં જ પિતાનું અવસાન થયું હતું અને ચાર માતાઓ વચ્ચે એક જ બાળક હોવાથી તેઓ ઘણા લાડથી ઊછર્યા હતા. યુવાન વયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org