SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આત્માર્થીઓના હાથમાં આ ગ્રંથ આવ્યો છે અને જેમણે તેનું ભાવપૂર્વક અધ્યયન કર્યું છે, તેમનાં વિચારોમાં અને જીવનમાં અવશ્ય પલટો આવ્યો છે. તેથી આત્મપ્રાપ્તિ માટે શ્રીમદ્દનું માર્ગદર્શન પરમ શ્રદ્ધેય ગણાય છે. આત્મદર્શન પામવામાં અનુપમ નિમિત્ત બની શકે એવું સામર્થ્ય અને ગૌરવ ધરાવનાર આ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં સંગૃહીત સાહિત્યનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય – ૧) પત્ર-સાહિત્ય (શ્રી સૌભાગ્યભાઈ, શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓ ઉપર લખાયેલા પત્રો) ૨) સ્વતંત્ર ગ્રંથો (મોક્ષમાળા, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આદિ) ૩) સ્વતંત્ર કાવ્યો (બિના નયન, અપૂર્વ અવસર આદિ) ૪) ભાષાંતરો (પંચાસ્તિકાય આદિ ગ્રંથો) તથા વિવેચનો (શ્રી આનંદઘનજી આદિનાં પદો) ૫) સ્વતંત્ર લેખો (મુનિસમાગમ, મોક્ષસિદ્ધાંત આદિ) ૬) સ્વતંત્ર બોધવચનમાળાઓ (પુષ્પમાળા, વચન સપ્તશતી આદિ) ૭) અંગત નોંધો (રોજનીશી, હાથનોંધ આદિ) ૮) શ્રીમદ્રના ઉપદેશની મુમુક્ષુઓએ કરેલી નોંધો (ઉપદેશ છાયા, વ્યાખ્યાનસાર આદિ) હવે આ વિવિધ પ્રકારનાં લખાણોનો અનુક્રમે પરિચય મેળવીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy