________________
(૨) પત્ર-સાહિત્ય
શ્રીમદ્ભા સાહિત્યનો મોટો ભાગ તેઓશ્રી દ્વારા લખાયેલા પત્રોનો છે. તેમનો પત્રસંગ્રહ તેમના સાહિત્યમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિ.સં. ૧૯૪૨ થી વિ.સં. ૧૯૫૭ સુધી શ્રીમદે લખેલા પત્રોમાંથી લગભગ ૮૫૦ જેટલા પત્રો ઉપલબ્ધ છે. તેમણે જુદી જુદી ૪૦થી વધારે વ્યક્તિઓને આ સોળ વર્ષ દરમ્યાન જુદા જુદા સમયે જુદા જુદા સ્થળેથી તત્ત્વવિચારણા સંબંધી પત્રો લખ્યા હતા. શ્રીમન્ના અનન્ય ભક્ત મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈએ આ પરમાર્થોપયોગી પત્રોને એકત્ર કરી, તેની એકનિષ્ઠ જાળવણી કરી, એ અમૂલ્ય જ્ઞાનવારસો સર્વજનસુલભ બનાવી આપ્યો છે. તેમણે મોતીના દાણા જેવા સુંદર છટાદાર અક્ષરે તે પત્રો નોંધપોથીમાં ઉતારવાનું અને પોતાના જીવનના અંત પર્યત તે પત્રો સુરક્ષિત રાખવાનું મહાન ભક્તિકાર્ય કર્યું હતું. શ્રીમન્ના દેહોત્સર્ગ પછી, પરમ ઉપકારક અને સર્વગ્રાહી બોધ ધરાવતા આ પત્રો “શ્રીમ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રકાશિત થયા છે. એમાંથી કેટલાક પત્રો બેત્રણ લીટી જેટલા નાના છે, તો કેટલાક પત્રો બે-ત્રણ પાનાં જેટલા મોટા પણ છે.
- શ્રીમદ્ભા સુપ્રસાદરૂપ પરમ વિશિષ્ટ પત્રસાહિત્યનો સ્વાદ ચાખવા જગત ભાગ્યશાળી બન્યું તે માટે જગત શ્રીમન્ના સત્સંગીઓનું ઋણી છે. આ મુમુક્ષુઓનું નિમિત્ત ન મળ્યું હોત તો શ્રીમદ્દના ઉત્તમોત્તમ પત્રસાહિત્યનો ઉદ્ભવ થવા પામ્યો ન હોત. શ્રીમદ્ જેવા મૂળ ઉપાદાનરૂપ પ્રભવસ્થાનમાંથી આ પરમાર્થપત્રોની જાહ્નવીનો ઉદ્ભવ થવાનું નિમિત્તકારણ બનવાનો મુખ્ય યશ શ્રી સૌભાગ્યભાઈને ઘટે છે, તો તેને યથાવત્ જાળવી રાખી, તે વિશ્વપાવની દિવ્યગંગાને આ અવનિ ઉપર ઉતારવાનો મહાયશ મુખ્યપણે શ્રી અંબાલાલભાઈને ઘટે છે. શ્રીમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org