SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય સર્વ અભિલાષાઓ છોડી મહાન નિજવૈભવની પ્રાપ્તિ માટે અંતરથી પોકાર ઊઠતો હતો. આવી અંતરંગ વિચારધારાવાળા શ્રીમદ્ આત્મસન્મુખધારા વડે, સતત જાગૃત આત્મમંથનના પરિપાકરૂપે વિ.સં. ૧૯૪૭માં શુદ્ધ સમ્યગ્દર્શન પામ્યા. આત્મસ્વરૂપના મહિમાને ઘૂંટતાં ઘૂંટતાં છેવટે નિજપુરુષાર્થની પ્રચંડ તાકાત વડે શ્રીમની પરિણતિએ અંતર્મુખ થઈ, ગ્રંથિભેદ કરી, નિર્વિકલ્પ થઈ, મહા આનંદપૂર્વક, અતીન્દ્રિય સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કર્યો. સ્વાનુભવમાં આત્મા એવો સ્થિર થઈ ગયો કે સાધક-સાધ્યનો, ધ્યાતા-ધ્યેયનો, જ્ઞાતા-શેયનો સઘળો વૈતભાવ લય પામી ગયો. પોતાનું સમગ્ર અસ્તિત્વ સ્વસંવેદનપૂર્વક પ્રતીતિમાં આવ્યું. ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને ઇન્દ્રિયાતીત અંતરસ્વભાવમાં અભેદ થયો. આવી નિર્વિકલ્પ અનુભવદશામાં અપૂર્વ આનંદના અંકુરો ફૂટ્યા અને શાંતરસના અત્યંત મધુર સ્વાદનું વેદન થયું. આ આત્મજ્ઞાનનો પ્રકાશ થયાનો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીમદે વિ.સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને મુંબઈથી લખેલ પત્રમાં કર્યો છે – - “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.” વળી, એ જ વર્ષના માગસર વદ અમાસના પત્રમાં તેઓશ્રી લખે છે – છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અન્ય પણ ન્યૂનતા રહી નથી. ..... પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન્ન થશે; ..... પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; શ્રી અંબાલાલભાઈને પણ વિ.સં. ૧૯૫૨ના ભાદરવા ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૪૯ (પત્રાંક-૧૭૦) ૨- એજન, પૃ.૨૫૭ (પત્રાંક-૧૮૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy