________________
૧૩૪
જણાવ્યું હતું તેમ જ બન્યું. વિ.સં. ૧૯૫૭માં અમદાવાદમાં અપૂર્વ બોધવર્ષાના પરિણામે શ્રી અંબાલાલભાઈને દુર્લભ એવું સમ્યગ્દર્શન પ્રગટ્યું હતું. શ્રી અંબાલાલભાઈને થયેલી આ અપૂર્વ સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ બાબત શ્રીમદે પોતાના દેહવિલય પૂર્વે શ્રી ધારશીભાઈને જણાવ્યું હતું.
વિ.સં. ૧૯૫૭ના મહા–ફાગણમાં શ્રી અંબાલાલભાઈ પોતાના નાના ભાઈ નગીનદાસ મગનલાલ સાથે વઢવાણ ક્ષેત્રે શ્રીમની સેવામાં એક મહિનો રહ્યા હતા. પછી શ્રીમદ્દે તેમને પાછા જવાની આજ્ઞા કરી હતી. તે આજ્ઞાને અનુસરીને તેઓ ખંભાત ચાલ્યા ગયા હતા. તે જ સાલના ચૈત્ર માસમાં શ્રીમદે દેહત્યાગ કર્યો હતો. શ્રીમદ્દ્ના દેહાંતના સમાચારથી તેમને અસહ્ય વિરહવેદના થઈ હતી. શ્રીમના દેહોત્સર્ગ પછી તેમનું સાહિત્ય એકત્રિત કરી, ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પ્રકાશિત કરવામાં શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્ના નાના ભાઈ શ્રી મનસુખભાઈને ઘણી સહાય કરી હતી અને એ રીતે ઋષિઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. વિ.સં ૧૯૬૧માં ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી.
આમ, જીવનના અંત પર્યંત શ્રીમના આ અનન્ય ભક્તે પરમાર્થપ્રભાવના તથા સેવાભક્તિમાં પોતાની શક્તિ જોડી હતી. ફેણાવવાળા મુમુક્ષુ શ્રી છોટાલાલ કપૂરચંદને સમાધિમરણ કરાવવા વચનબદ્ધ થયા હોવાથી, શ્રી છોટાલાલભાઈને પ્લેગ લાગુ પડતાં, પોતાના દેહની પરવા કર્યા વિના શ્રી અંબાલાલભાઈ, શ્રી નગીનભાઈ તથા શ્રી પોપટભાઈએ તેમની અંત પર્યંત સેવા કરી હતી. છેવટે તે સૌને પણ પ્લેગ લાગુ પડ્યો હતો. શ્રી અંબાલાલભાઈએ મરણથી ભયભીત થયા વિના પોતાની આત્મજાગૃતિ અંત પર્યંત અખંડ રાખી હતી. દેહ છૂટવાના એક માસ અગાઉ તેમને મૃત્યુની જાણ થઈ ગઈ હતી, જે વાત તેમણે તેમનાં ધર્મપત્ની પરસનબહેનને કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org