________________
વિધ
લોકોત્તરતાને થી મળી આ મહાપુરુષોમાં આ
મર્મજ્ઞતા, કવિત્વશક્તિ, કલ્પનાશક્તિ, તર્કપટુતા, નિર્ભયતા, સરળતા, નિર્મળતા, પ્રજ્ઞા વગેરે અનેકાનેક અદ્ભુત ગુણોની ભારોભાર પ્રશંસા અનેક સુવિખ્યાત વિદ્ધવર્યોએ કરી છે.
ચમત્કારપ્રિય જનોને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવી વિધવિધ ક્ષેત્ર સંબંધી શ્રીમી અનેક શક્તિઓનો ઉલ્લેખ તથા તેમની લોકોત્તરતાને પ્રમાણિત કરે એવા ઘણા ઘણા પ્રસંગો તેમના જીવનવૃત્તાંતમાંથી મળી આવે છે. જો કે અર્વાચીન કાળના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક મહાપુરુષોમાં શ્રીમતું જે અનોખું ગૌરવપૂર્ણ પદ છે તે માત્ર આ વિશિષ્ટ ગુણાવલિના કારણે નહીં, પરંતુ અન્ય શ્રેષ્ઠતર વિશેષતાઓના કારણે તેમને પ્રાપ્ત થયું છે.
શ્રીમદ્ રાજચંદ્રજી સંતપણાની ઉત્તમ કોટિને વરેલા દિવ્ય પુરુષ હતા, પરંતુ ભારતના અન્ય સંતો-મહાત્માઓ કરતાં તેમના જીવનની ભાત નિરાળી હતી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિકાળમાં અનેક ઋષિઓ અને ક્રાંતિદ્રષ્ટાઓ થઈ ગયા, જેમણે સંસારમાયા અને વૈભવવિલાસથી દૂર રહી, આશ્રમમાં કે અરણ્યમાં આરાધના કરી પરમપદને પ્રાપ્ત કર્યું હતું, જ્યારે શ્રીમદ્ તો ગૃહસ્થાશ્રમી હતા અને જીવનનો મહત્કાળ તેમણે વ્યવસાય-વ્યવહારની પ્રવૃત્તિમાં પસાર કર્યો હતો. સંસારની ઉદયગત જવાબદારીઓ તેમણે લગભગ જીવનના અંતકાળ પર્યત વહન કરી હતી. આમ છતાં આ બધી ઉપાધિઓના કીચડથી અસ્પૃષ્ટ - નિર્લેપ એવું તેમનું જીવનકમળ પાંગર્યું હતું. ભરત ચક્રવર્તી અને જનક રાજાએ સંસાર વચ્ચે રહીને પ્રાપ્ત કરેલ વિદેહી દશાનો પુણ્યોલેખ પ્રાપ્ત થાય છે; તેવી રીતે શ્રીમદે ગૃહસ્થજીવન ગાળીને, સંસારવ્યવહારમાં પૂરી કસોટીએ ચઢીને, ઉપાધિમણે અલિપ્ત રહીને, કર્તવ્યય્યત થયા વિના પરમહંસપદ પ્રાપ્ત કર્યું, પોતે તર્યા અને અનેકને તાર્યા. અર્વાચીન વિશ્વના ઇતિહાસમાં આ એક નોંધપાત્ર વિરલ ઘટના છે. મુનિશ્રી
તેમના
સં
અનેક વિલાસથી દૂર કર્યું હતું
સારમાના કરી
અને જીવ
હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org