SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પ્રાસ્તાવિક વિશ્વની વિશાળ ધરા ઉપર અને ખાસ તો ભારતની પુણ્યભૂમિ ઉપર અનેક મહાપુરુષો, અનેક મહાત્માઓ, અનેક મહાજ્ઞાનીઓ અતીત કાળે થઈ ગયા છે, સાંપ્રત કાળે થાય છે અને અનાગત કાળે થશે; પરંતુ તે સર્વમાં પણ આત્મશુદ્ધિની વિશાળ ક્ષિતિજોને સર કરી હોય, સ્વપરકલ્યાણની ગગનસ્પર્શી ઊંચાઈને આંબી હોય એવા પરમ પુરુષો તો અતિ અતિ વિરલ જ થયા છે, થાય છે અને થશે. પરમ કલ્યાણમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી આવી અતિ વિલક્ષણ વિભૂતિઓમાંના એક મહાશ્રેષ્ઠ યુગપુરુષ છે. વર્તમાન યુગના દિવ્ય યુગાવતાર, સમર્થ જ્યોતિર્ધર, મૂર્તિમાન અધ્યાત્મ, સહજ સ્વરૂપનિષ્ઠ અને તીવ્ર પ્રજ્ઞાવંત એવા આ પરમ અલૌકિક સંતપુરુષનું તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં વિશિષ્ટ ગૌરવવંતું તથા ચિરંતન સ્થાન છે. સાંપ્રત શતાબ્દીમાં આધ્યાત્મિક વિકાસની ઉચ્ચતર શ્રેણીને પ્રાપ્ત કરી, જીવન્મુક્તદશા પામનાર, અનેક વિશ્વવિખ્યાત સંતવિભૂતિઓની હરોળમાં મૂકી શકાય એવા શ્રીમદ્ રાજચંદ્રજી અનુપમ જ્ઞાનભાસ્કર છે. તત્ત્વજ્ઞાનના ઉપવનમાં પોતાની અનેરી સિદ્ધિસુવાસથી આગવું સ્થાન પ્રાપ્ત કરનાર આ સુપ્રભ સુમનશ્રેષ્ઠમાં અનેક વિશિષ્ટતાઓનો આવિર્ભાવ અલ્પ વયથી જ થવા લાગ્યો હતો. બાળપણથી ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનના રંગે રંગાયેલ આ મહાપુરુષ જન્મજાત શીઘ્રકવિ, લોકોત્તર સ્મરણશક્તિધારક, સંનિષ્ઠ સમાજસુધારક, ભારતની સંસ્કૃતિના પ્રખર સમર્થનકાર, અધ્યાત્મના પ્રયોગવીર અને અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના સ્વામી હતા. શ્રીમદ્ અતુલ્ય શતાવધાની હતા, સિદ્ધ જ્યોતિષી હતા, કુશળ બોધદાતા હતા, મધુરભાષી વક્તા હતા અને નિર્મળ ચારિત્રવાન હતા. તેઓશ્રીની અસાધારણ પ્રતિભા, સ્મૃતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy