SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ વિ.સં. ૧૯૭૬માં સંદેશર ગામમાં કાર્તિક સુદ પૂર્ણિમાથી આઠ દિવસ સુધી શ્રીમદ્ રાજચંદ્ર જયંતી મહોત્સવ ઉજવાયો હતો. તે પ્રસંગે શ્રી લલ્લુજી મુનિ પણ ચાતુર્માસ પૂરું કરીને સીમરડાથી સંદેશર પધાર્યા હતા. તેમની હાજરીમાં પરમ ઉત્સાહથી ભક્તિ થઈ હતી. આ પ્રસંગે સંદેશરના શ્રી જીજીભાઈ કુબેરદાસને પરમ ઉલ્લાસ આવવાથી તેમણે બાર વીઘાનું એક ખેતર શ્રી લલ્લુજી મુનિના ઉપયોગ અર્થે આશ્રમ બંધાવવા માટે ઉલ્લાસ ભાવથી અર્પણ કર્યું હતું. મુનિશ્રીના સમાગમનો લાભ નિરંતર મળે એ માટે વિ.સં. ૧૯૭૬માં જેઠ સુદ ૫ ના દિવસે અગાસ સ્ટેશન નજીકના તે ખેતરમાં આશ્રમની સ્થાપના થઈ હતી. શ્રીમન્ની ભલામણ અનુસાર ઉદાર મને, વિશાળ દષ્ટિથી, જીવમાત્ર પ્રત્યે વાત્સલ્યથી, આશ્રમના માધ્યમ દ્વારા શ્રી લલ્લુજી મુનિએ રોજિંદા વપરાશની ભાષામાં ચરોતરની સરળહૃદયી જનતાને શ્રીમદ્દા તત્ત્વજ્ઞાનની સમજણ આપી. મુનિશ્રીનાં પત્રો, ઉપદેશ, આચરણ વગેરેમાંથી એ જ પ્રગટ બોધ મળતો કે “શ્રીમદ્ એ સાચા ગુરુ છે, અને તેમને શ્રદ્ધવાથી જીવનો સંસારરોગ મટશે.” તેઓ ચાતુર્માસ કરવા પૂના ગયા હતા, તે વખતે તેમણે સર્વ મુમુક્ષુઓને શ્રીમદ્દી શ્રદ્ધા દઢ કરાવી અને “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા મારે માન્ય છે' એવી વ્યક્તિગત પ્રતિજ્ઞા લેવડાવી સર્વને સાચો માર્ગ દર્શાવ્યો હતો. પોતાના વિનમ, સરળ, શાંત, નિઃસ્પૃહ અને પ્રસન્ન સ્વભાવના કારણે તથા શ્રીમદ્ પ્રત્યેની અનન્ય ભક્તિના કારણે મુનિશ્રી અપૂર્વ લોકાદર પામ્યા હતા. ઉપદેશ આપતી વખતે મુનિશ્રી નાના-મોટા, સ્ત્રી-પુરુષ, સર્વને - તેમના પરમાત્મસ્વરૂપને લક્ષમાં રાખી ‘પ્રભુ' તરીકે સંબોધતા હોવાથી તેઓ “પ્રભુશ્રી તથા સદૈવ શ્રી રાજના દાસાનુદાસ તરીકે વર્તતા હોવાથી તેઓ ‘શ્રી લઘુરાજ સ્વામી' તરીકે ઓળખાતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy