SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કોઈ અપૂર્વ શૈલી છે.’૧ આ બધા ઉપરાંત શ્રીમદે લખેલા પત્રોમાંથી તેમની આત્મિક ઉત્ક્રાંતિ જાણવા મળે છે. તેમના પત્રોમાં તેમના પરમ ઉદાત્ત આંતર જીવનનું સુરેખ ચિત્ર અંકિત થાય છે. કાળક્રમ અનુસાર ઉપલબ્ધ પત્રોમાંથી શ્રીમદ્ના વિચારોમાં કયા પ્રકારના ફેરફાર ક્યારે થયા હતા, તેમના ઉત્તરોત્તર આત્મવિકાસની ધારા કેવી રીતે વહી હતી, તેમણે વીતરાગતા ભણી કેવી દોટ મૂકી હતી તથા તેમના વિશિષ્ટ ગુણો કઈ રીતે ખીલતા ગયા હતા તે જાણવા મળે છે. તેમના પત્રોમાં તેમના સ્વસંવેદનની ઝાંખી થાય છે અને તે દ્વારા તેમના હૃદયમાં ડોકિયું કરવાનું માધ્યમ પ્રાપ્ત થાય છે. દરેક વર્ષ દરમ્યાન લખાયેલા પત્રોમાંની શ્રીમદ્દ્ની સહી, પત્રોની સંખ્યા, પત્રમાંનું લખાણ આદિ દ્વારા તેમની વર્ધમાન થતી આત્મદશા પ્રગટ થયા વિના રહેતી નથી. બાહ્ય શ્રીમદ્દ્ના પત્રોમાં તેમની અસંગતા, આત્મભાવ, ઉદાસીનતા, ઉપાધિયોગ, નિવૃત્તિની ભાવના, પ્રારબ્ધકર્મ, માર્ગપ્રવર્તનની ભાવના, સમાધિ આદિ વિષે ઉલ્લેખો મળે છે. જુદી જુદી વ્યક્તિઓ પરત્વે તેમણે પોતાના અંગત જીવન, વ્યાપારવ્યવહાર તેમજ આત્યંતર દશા સંબંધી વ્યક્ત કરેલા ઉદ્ગારોમાં તેમની આંતરિક સ્થિતિ કેવી અદ્ભુત હતી અને વ્યવહારમાં તેમને કેમ રહેવું પડતું હતું તથા તેઓ આત્મશુદ્ધિ માટે કેવો ઉચ્ચ કોટિનો પુરુષાર્થ કરતા હતા, તેનો સહેજે ખ્યાલ આવે છે. પોતે પાઠવેલા સંવેદનમય પત્રોમાં તેમણે પોતાનું હૃદય ઠાલવ્યું હોવાથી તેમની ઊર્ધ્વગામી આત્મદશાની ઝાંખી થાય છે. વળી, આ પત્રો તે તે વ્યક્તિઓને અંગત રીતે, પ્રસિદ્ધિના હેતુ વિના લખાયેલા હોવાથી તેમાં પૂરેપૂરી નૈસર્ગિકતા જળવાઈ રહી છે. જો આ પત્રો ઉપલબ્ધ થયા ન ૧- શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ.૭૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy