________________
૩૭
પ્રગટ થઈ ન હતી. સામાન્ય માણસ જ્યારે ધન અને કીર્તિ મેળવવા માટે વલખાં મારતો હોય છે, ત્યારે શ્રીમદે વીસ વર્ષની યુવાન વયમાં જ તેને ત્યાજ્ય ગણી આત્મદશાનું એક ઊંચું શિખર સર કર્યું હતું. પંડિત સુખલાલજીએ યોગ્ય જ લખ્યું છે કે
‘શ્રીમદ્ની અસાધારણ સ્મૃતિનો પુરાવો તો તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તો એ કે, બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્ત્વની વિશેષતા તો એ હતી કે, તેમની અવધાનશક્તિ બુદ્ધિવ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી. ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટ્યું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તો એ છે કે, એટલી અદ્ભુત અવધાનશક્તિ, કે જેના દ્વારા હજારો અને લાખો લોકોને ક્ષણમાત્રમાં આંજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં તેમણે તેનો પ્રયોગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી, તેનો ઉપયોગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કોઈ સાધારણ માણસથી થવું શક્ય નથી.'૧
(ii) જ્યોતિષજ્ઞાન
શ્રીમને અવધાની તરીકે જેવી ઝળહળતી સફળતા મળી હતી, તેવી જ સફળતા જ્યોતિષી તરીકે પણ મળી હતી. જ્યોતિષ એ ગ્રહોની ગતિના સતત અવલોકન ઉપરથી ઘડાયેલું શાસ્ત્ર છે. તેમાં કોઈ વ્યક્તિના જન્મસમયે અથવા પ્રશ્ન કર્યો હોય તે સમયે ગ્રહોની જે પ્રમાણે સ્થિતિ હોય તે પ્રમાણે કાગળ ઉપર ઉતારીને કુંડળી બનાવવામાં આવે છે અને તે પરિસ્થિતિ ૧- શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત, શ્રી રાજચંદ્રનાં
વિચારરત્નો', પૃ.૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org