________________
ઘણી વધારે હતી. મોટો ભાઈ અકળાઈને બોલી ઊઠ્યો કે “આ તેં શું કર્યું?” તેથી તે ગભરાયો. તે શ્રીમદ્ પાસે ગયો અને પોતે કેવી મુશ્કેલીમાં મુકાયો છે એ તેમને જણાવ્યું. બાજુમાં આમ ને આમ અકબંધ પડેલો તેનો માલ બતાવીને શ્રીમદે કહ્યું કે ભાઈ, તમારો માલ આ રહ્યો. તમે ખુશીથી લઈ જાઓ.” એમ કહીને શ્રીમદે આરબને એનો માલ પાછો સુપ્રત કરી દીધો અને નાણાં ગણી લીધાં. જાણે કંઈ સોદો કર્યો જ નથી તે રીતે ખૂબ જ સ્વાભાવિકતાથી પોતાનો નફો જતો કર્યો. અઢળક લાભની કોઈ પરવા ન કરી. વ્યાપારિક નિયમાનુસાર સોદો નિશ્ચિત થઈ ચૂક્યા પછી તે વેપારી માલ પાછો લેવાને અધિકારી ન હતો, પરંતુ કોમળ અંત:કરણવાળા શ્રીમદ્ એમ ઇચ્છતા હતા કે કોઈને પણ હાનિ ન થાય. આરબ તો પરમ કરુણાળુ શ્રીમન્ની અદ્ભુત મહાનતા જોઈ વિસ્મયથી દિંગ થઈ ગયો અને શ્રીમદ્ને ખુદા સમાન માનવા લાગ્યો!
આ જ પ્રકારનો બીજો એક બીજો પ્રસંગ શ્રીમન્ના કરુણામય અને નિસ્પૃહી જીવનનું જ્વલંત ઉદાહરણ છે. એક વાર એક વેપારી સાથે શ્રીમદે હીરાનો સોદો કર્યો. તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે અમુક સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ શ્રીમને અમુક હીરા આપવા. આ બાબતનો ખતપત્ર પણ એ વેપારીએ લખી આપ્યો. પરંતુ એવું બન્યું કે સમય જતાં એ હીરાની કિંમત ઘણી જ વધી ગઈ. જો એ વેપારી તે સોદા પ્રમાણે વર્તે તો તેને તે સહી ન શકે તેટલી મોટી ખોટ જાય તેમ હતું. એ વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમન્ને હીરા આપે તો એને બહુ ભારે નુકસાનીમાં ઊતરવું પડે, પોતાની બધી જ માલમિલકત વેચી દેવી પડે એમ હતું. આ બાજુ શ્રીમદુને જ્યારે હીરાના બજારભાવની ખબર પડી ત્યારે તેઓ તરત જ દસ્તાવેજ લઈ તે વેપારીની દુકાને જઈ પહોંચ્યા. શ્રીમને પોતાની દુકાને આવેલા જોઈને તે વેપારી ગભરાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org