________________
(૩) સ્વતંત્ર ગ્રંથી
શ્રીમદે કેટલાક સ્વતંત્ર ગ્રંથોની રચના કરી હતી. તેમાંથી કેટલાક ગ્રંથો ગદ્યમાં છે તો કેટલાક પદ્યમાં છે. શ્રીમદ્ની વિચારશક્તિ, લેખનશક્તિ અને કવિત્વશક્તિ સોળ વર્ષની વયથી જ કેવી ખીલી ઊઠી હતી તે તેમના ‘સ્ત્રીનીતિબોધક' આદિ ગ્રંથોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે રચેલા ‘મોક્ષસુબોધ', ‘મોક્ષમાળા’, ‘ભાવનાબોધ’, ‘પ્રતિમાસિદ્ધિ' અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથો મુમુક્ષુઓને પરમ પાથેયરૂપ છે. આ ગ્રંથોનું સંક્ષેપમાં અવલોકન કરીએ.
સ્ત્રીનીતિબોધફ
શ્રીમદ્દ્ની લેખનશક્તિ નાની વયથી ખીલી હતી. વિ.સં. ૧૯૪૦માં ‘સ્ત્રીનીતિબોધક વિભાગ-૧' નામનું તેમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું હતું. જે સમયે ‘સ્ત્રીનીતિબોધક' લખાયું, તે વખતે અનેક સામાજિક અનિષ્ટો સમાજમાં વ્યાપેલાં હતાં. લોકો રૂઢિઓ, વહેમો આદિની શૃંખલામાં જકડાયેલા હતા. સ્ત્રીકેળવણી અંગેની દુર્દશા, કુધારા આદિ જોઈ, શ્રીમદ્નું કરુણાર્દ્ર કવિહૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે પોતાનું ઊર્મિશીલ સંવેદન, સ્ત્રીકેળવણીની હિમાયત કરવા સાથે ‘સ્ત્રીનીતિબોધક’ની સરળ ગેય ગરબીઓમાં ઠાલવ્યું.
ગ્રંથના મુખપૃષ્ઠ ઉપર તેમણે ભુજંગી છંદની એક કડી મૂકી છે, જેમાં સ્ત્રીકેળવણીની સૂચના કરી છે. તે પછી મનહર છંદમાં સંસારસુધારાની પ્રેરણારૂપે સ્ત્રીકેળવણી વિષેનું કાવ્ય પ્રથમ પાને પાછળ છાપ્યું છે. આ પુસ્તકની સુંદર પ્રસ્તાવનામાં તેમણે પ્રૌઢતાથી, ગંભીરતાથી અને સહૃદયતાથી સ્ત્રીઓને વાંચવા લાયક સારાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાની સ્વદેશહિતેચ્છુઓને વિજ્ઞપ્તિ કરી છે, સ્ત્રીકેળવણી સામે મુકાતા આક્ષેપો દૂર કર્યો છે અને કેટલાંક વાંચવા યોગ્ય પુસ્તકોનાં નામ આપ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org