________________
૯૩ તે તેમણે ફરી ઓઢાડ્યું. આમ, દેહભાન ભૂલીને શ્રીમદ્ ધર્મધ્યાનમાં લીન રહેતા. પછીના દિવસે પ્રાતઃકાળે શ્રીમદ્ વનમાં ગયા. બે કલાક પછી બંગલીએ પધાર્યા અને મેડા ઉપર એક શેતરંજી પાથરી હતી ત્યાં બિરાજ્યા. શ્રી મોતીલાલભાઈ તેમની પાસે એક પુસ્તક મૂકી, નીચે આવી બેઠા અને શ્રીમદ્ સ્વાધ્યાયધ્યાનમાં લીન થયા અને સાયંકાળ થતાં શ્રીમદ્ વનમાં ગયા.
આહાર સંબંધી શ્રીમદે શ્રી મોતીલાલભાઈને સૂચના આપી હતી કે તેમણે નડિયાદ જઈ તેમનાં પત્ની પાસે સ્નાનશુદ્ધિ પછી રોટલી તથા શાક કરાવવાં. લોખંડનું વાસણ વાપરવું નહીં અને શાક વગેરેમાં પાણી તથા તેલ નાખવા નહીં. શ્રી મોતીલાલભાઈ રોજ નડિયાદ જઈ, શ્રીમદ્ગી સૂચના પ્રમાણે શુદ્ધ, સાત્ત્વિક આહાર લઈ આવતા. આહારમાં શ્રીમદ્ દિવસમાં ફક્ત એક જ વખત માત્ર બે રૂપિયાભાર લોટની રોટલી, શાક અને થોડું દૂધ વાપરતા. શ્રીમદ્ આવો અલ્પ આહાર લેતાં જોઈને એક વાર શ્રી મોતીલાલભાઈ વિચાર કરતા હતા કે શરીરને અને આહારને કેટલો સંબંધ છે, ત્યારે શ્રીમદે કહ્યું હતું કે આ શરીર અમારી સાથે કજીયા કરે છે, પણ અમે પાર પડવા દેતા નથી.’ વસ્ત્રમાં શ્રીમદ્ ફક્ત એક પંચિયું વચમાંથી પહેરી તેના બે બાજુના છેડા ખભા ઉપર નાખતા.
શ્રીમનો અવાજ એવો બુલંદ હતો કે તેઓ જે વખતે વચનામૃત બોલતા તે વખતે પાંચ ખેતર દૂરથી પણ ધ્વનિ સંભળાતો હતો. તેઓ અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ આદિનાં પદોની ધૂનો લલકારતા હતા અને અખંડ આત્મધ્યાન ધરતાં મહામુનીન્દ્રદશાનો સાક્ષાત્કાર કરાવતા હતા. શ્રીમન્ની એવી આત્મમગ્ન દશા હતી કે એક દિવસ તેમણે શ્રી મોતીલાલભાઈને કહ્યું કે અમે ક્યાં બેઠા છીએ તેની અમને ખબર નથી. આ બંગલો છે કે શું છે? તે તમે ચિતવતા હો તો ભલે, પણ અમને કાંઈ ખબર નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org